એક વખત ચાર મિત્રો પ્રવાસે નીકળ્યા. તેમનામાં ત્રણ ‘બુદ્ધિહીન વૈજ્ઞાનિક’હતા અને એક ‘બુદ્ધિમાન અવૈજ્ઞાનિક’ હતો.
રસ્તામાં તેમને એક મરેલા વાઘનું હાડપિંજર મળ્યું. બુદ્ધિહીન વૈજ્ઞાનિકોએ વિચાર્યું – ચાલો, આના પર આપણે આપણી વિદ્યાની કસોટી કરીએ. તરત જ એકે તેનાં હાડકાં ભેગાં કર્યા. બીજાએ તેમાં ચામડી, માંસ અને લોહીનો સંચાર કર્યો, ત્રીજો તેનામાં પ્રાણ પૂરવા જતો જ હતો ત્યાં ચોથા ‘બુદ્ધિમાન અવૈજ્ઞાનિકે’ કહ્યું – “અરે, અરે ! આપ આ શું કરી રહ્યા છો ? આમ વાઘને જીવતો કરો છો ? તે જીવતો થતાં જ આપણને ખાઈ જશે. પહેલાં આપણા બચાવનો ઉપાય તો કરો ! ” પરંતુ કોઈએ તેની વાત ન માની.
તે લાચાર થઈને એકલો ઝાડ પર ચડી ગયો. આ બાજુ ત્રીજાએ જેવા તેનામાં પ્રાણ પૂર્યા કે વાઘ જીવતો થઈને ત્રણેયને ખાઈ ગયો.
પ્રત્યક્ષને જોનારો આજનો સંસાર પણ આ ‘બુદ્ધિહીન વૈજ્ઞાનિક’ જેવો છે. જે શરીર માટે સાધનો તો અઢળક વધારતો જઈ રહ્યો છે, પણ આત્મા તરફ સહેજ પણ ધ્યાન આપતો નથી.
યુગ શક્તિ ગાયત્રી, જાન્યુઆરી ૨૦૦૬
Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/JMH2pRAWc941UbLAIu75m6