મહિષપુર નગરમાં રવિદત્ત નામની એક વ્યક્તિ રહેતી હતી. પોતાનાં પશુઓને ચરાવતી તે પોતાની
ગૃહસ્થીમાં વ્યસ્ત રહેતી હતી.
વિદ્વાનોનો એક સમૂહ તીર્થયાત્રા કરતો ગામમાં આવ્યો. સામૂહિક ઉદ્દબોધનમાં તે બોલ્યા – શા માટે આવા તુચ્છ કાર્યોમાં તમે તમારું જીવન નષ્ટ કરી રહ્યા છો. વ્યર્થ સંચય ન કરો. પરલોકની તૈયારી કરો.
રવિદત્તે ઉપદેશનો શરૂઆતનો અડધો જ ભાગ સાંભળ્યો અને એક બ્રહ્મજ્ઞાનની પ્રાપ્તિની લાલચમાં ઘરેથી ભાગી નીકળ્યો. જંગલ, નદી-નાળાં પસાર કરતો કરતો એક સંત પાસે પહોંચ્યો, જે પક્ષીઓને ચણ નાખી રહ્યા હતા.
ઘણી વાર સુધી તેમણે ધ્યાન ન આપ્યું, તે ગુસ્સે થઈ ઊઠ્યો-“આપ કેવા સંત છો. હું કેટલીય વારથી ઊભેલો આપની પ્રતીક્ષા કરી રહ્યો છું. મને પણ બ્રહ્મજ્ઞાન આપો.” અનાજની ટોપલી તેના હાથમાં પકડાવી સંત બોલ્યા, “આવ! તું પણ આને ચણ નાંખ. આ મસ્તી અને આનંદનું સામ્રાજ્ય જો.”રવિદત્ત ભાનભૂલીને સંતને ગમે તેમ બોલવા લાગ્યો ત્યારે કશું જ બોલ્યા વગર તેઓ તેને ભેટી પડયા. બોલ્યા – “ભાઈ, જેને તું શોધી રહ્યો છું. તે શાસ્ત્રો-ઉપદેશોમાં નથી. તેને તો તું ભાન ભૂલીને ખોઈ રહ્યો છું. ફૂલોની સુગંધ અને અગ્નિની ઉષ્માની જેમ આનંદ તો તારી અંદર કંઠ છે. તેને કેદમાંથી મુક્ત કર, ખીલ અને પોતાની સૌરભ, હાસ્ય સૌને વહેંચ, કર્તવ્યપાલન દ્વારા આ સૃષ્ટિના સૌંદર્યને વધાર, પોતાને ખાલી કરી નાખ ત્યારે આનંદનો સમુદ્ર તને તારી જ અંદર લહેરાતો જોવા મળશે.”
યુગ શક્તિ ગાયત્રી, જૂન ૨૦૦૦
Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/JMH2pRAWc941UbLAIu75m6