એક મુસાફર દૂરના દેશની યાત્રાએ નીકળ્યો હતો. હજુ એક માઈલ જ ચાલ્યો હતો ત્યાં તો એક નદી આવી કિનારા પર નાવ ઊભી હતી. તેણે કહ્યું આ નદી મારું શું કરશે? તેણે સઢ ચઢાવ્યું નહીં, હલેસાં ખોલ્યાં નહીં, કારણ કે તે ઉતાવળમાં હતો. નાવિકને બોલાવ્યો નહીં. વાદળો ગર્જી રહ્યા હતા, પવનથી માંજાં ઉછળી રહ્યા હતા, છતાં પણ તે માન્યો નહીં. નાવનું લંગર ખોલી દીધું અને તે પદ્મ તેમાં બેસી ગયો. જેમ તેમ કરીને કિનારો પાર કર્યો, પરંતુ નાવ વચ્ચોવચ આવતા વેંત જ વમળો અને ઉછળતા મોજામાં ફસાઈ ગઈ. નાવ એકદમ ઉછળી અને બીજી જ પળમાં ઊંઘી વળતાં મુસાફરને ડૂબાડી દીધો.
એક બીજો મુસાફર આવ્યો. કિનારા પર ઊભેલી નાવ તૂટીફૂટી હતી, હલેસાં કમજોર હતાં, સઢ ફાટેલું હતું, તો પણ તેણે ચાલાકીથી કામ કર્યું. નાવિકને બોલાવીને કહ્યું, ‘મને પેલે પાર સુધી પહોંચાડો.’ નાવિક મુસાફરને લઈને ચાલી નીકળ્યો, મોજાં સામે સંઘર્ષ કર્યો, તોફાન આવ્યું, પવને તાકાત લગાડીને નાવને ઊંધી વાળવાનો પ્રયત્ન કર્યો, પરંતુ નાવિક તે બધી મુશ્કેલીઓથી જાણકાર હતો. એક એક મુશ્કેલીને પાર કરીને મુસાફરને કુશળતાપૂર્વક પેલે પાર પહોંચાડયો.
મનુષ્ય જીવન પણ એક યાત્રા છે, જેમાં ડગલે ને પગલે મુશ્કેલીઓ પાર કરીને મહાસાગર તરવાનો છે. જે મનુષ્ય નાવને હંકારતા પહેલાં ભગવાનને પોતાનો નાવિક નીમે છે તેની યાત્રા ભગવાન સરળ બનાવી દે છે, કારણ કે જીવન પથની સર્વ મુશ્કેલીઓનો તે જ્ઞાતા છે અને મનુષ્યનો સાચો સાથીદાર છે. મનુષ્ય પોતાના અભિમાન અને અજ્ઞાનમાં ડૂબેલો રહીને પહેલા મુસાફરની માફક નાવ ચલાવવાનું ન જાણતો હોવા છતાં પણ નાવને તોફાનમાં છોડી દે છે અને અધવચ્ચે જ નષ્ટ થઈ જાય છે.
યુગ શક્તિ ગાયત્રી, માર્ચ ૧૯૯૭
Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/JMH2pRAWc941UbLAIu75m6