પ્રસિદ્ધ ક્રાંતિકારી સાવરકરજીને કાળાપાણીની સજા મળી હતી. તેલ પીલવા જેવાં અમાનવીય કાર્યમાંથી મુક્તિ મળતાં જ તેઓ કેદીઓને હિન્દી શીખવવાના કાર્યમાં લાગી જતા હતા. તેમણે હિન્દીનાં પુસ્તકો મંગાવીને જેલના પુસ્તકાલયમાં મુકાવી દીધાં હતાં. જેથી કેદી, હિન્દીનું અધ્યયન કરી શકે. એક દિવસ કોઈકે તેમને પત્રિકાઓ મોકલાવી, તેમાંની એક પત્રિકામાં એક ક્ષેત્રીય ભાષા બોલવાનો અને હિન્દીનો વિરોધ કરવાનો લેખ છપાયો હતો. સાવરકરજી તે બીજા કેદીઓને બતાવતાં બોલ્યા – આ પ્રકારની પ્રાંતીયતાની ભાવનાઓથી રાષ્ટ્રીય એકતા નબળી પડે છે. બાંગ્લા, મરાઠી, તેલુગુ વગેરે બધી જ ભાષાઓ એક ક્ષેત્ર સુધી જ સીમિત છે. તેનું પોતાનું વિશેષ મહત્ત્વ છે પરંતુ સંપૂર્ણ ભારતને જોડવાનું સામર્થ્ય માત્ર હિન્દી ભાષા ધરાવે છે.
સાવરકરજીનો પ્રભાવ જોઈને જેલના અધિકારીઓએ કેદીઓને ઉશ્કેરવાનો પ્રયાસ કર્યો કે સાવરકરજી હિન્દીની આડમાં બીજી ભાષાઓને સમાપ્ત કરવા માગે છે. સાવરકરજીએ તેમને સમજાવ્યા કે તેઓ પોતે મરાઠીભાષી છે પરંતુ હિન્દીના મહત્ત્વને સમજે છે. જો હિન્દીના માધ્યમથી રાષ્ટ્રીય એકતા આવશે તો ભારતની રાષ્ટ્રીય ભાવના પુષ્ટ થશે. વર્તમાન સમયમાં પણ તેમના આ વિચાર અત્યંત સમીચીન અને પ્રાસંગિક બની જાય છે અને તેમનાથી પ્રત્યેક ભારતીયએ પ્રેરણા લેવાની જરૂર છે.
યુગ શક્તિ ગાયત્રી, એપ્રિલ ૨૦૧૭
Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/JMH2pRAWc941UbLAIu75m6