એક વાર એક ભારતીય વિદ્વાન લંડનની યાત્રાએ ગયા. સફેદ ધોતી કુરતો, પગમાં ચંપલ અને ખભે થેલી લટકાવીને તેઓ ત્યાંના રસ્તા પર ચાલી રહ્યા હતા. તેમને જોઈને કેટલાંક અંગ્રેજ બાળકો તેમને અપશબ્દ બોલીને ચીડવવા લાગ્યાં તો કેટલાંક બાળકો તેમના પર કાંકરા – પથ્થર નાંખવા લાગ્યાં.
બાળકોનું તોફાન અટકતું ન લાગ્યું તો આચાર્યજીએ ઊભા રહીને તેમને ભારતીય સંસ્કૃતિના ‘અતિથિ દેવો ભવ’ જેવાં ચિંતન વિશે જણાવ્યું.
તેમના મુખે અસ્ખલિત અંગ્રેજી સાંભળીને બાળકોનું તોફાન તો અટક્યું જ, સાથોસાથ તેમના મનમાં ભારતીય વિદ્વાન પ્રત્યે સન્માનનો ભાવ પણ જાગ્યો.
આચાર્યજી પણ બાળકોને પ્રેમથી પોતાની સાથે કોફી પીવા લઈગયા. કોફી પીધા પછી બાળકો માફી માગતાં કહેવા લાગ્યાં કે “ભારતીય, વિદ્વાન હોવાની સાથે આટલા વિનમ્ર અને સહિષ્ણુ હોય છે, તે તો અમને ખબર જ ન હતી.”
એ આચાર્યજી બીજું કોઈ નહિ પણ પ્રસિદ્ધ વિદ્વાન સંપૂર્ણાનંદ હતા જેમણે પોતાના સહિષ્ણુ વ્યવહારથી વિદેશીઓને ભારતીય સંસ્કૃતિની ઉદાત્તતાનો પરિચય કરાવ્યો.
યુગ શક્તિ ગાયત્રી, જાન્યુઆરી ૨૦૧૬
Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/JMH2pRAWc941UbLAIu75m6