મહાન સાહિત્યકાર ભારતેન્દુ હરિશ્ચંદ્ર પર એક મહાજને ત્રણ હજાર રૂપિયાનો દાવો કરી દીધો. તેમનું કહેવું હતું કે તેમણે તેમની પાસેથી એક નાવ ખરીદી હતી અને થોડાક રૂપિયા ઉધાર લીધા હતા, જેને તેઓ હજી સુધી પાછા આપી શક્યા નથી.
ન્યાયાધીશે ભારતેન્દુજીને એકાંતમાં બોલાવીને પૂછ્યું કે શું આ દાવો સાચો છે અને જો તેમણે નાવ લીધી હતી તો તેનું વાસ્તવિક મૂલ્ય શું હતું ? ન્યાયાધીશને જવાબ આપતાં ભારતેન્દુ હરિશ્ચંદ્ર બોલ્યા – મહોદય ! દાવામાં લખેલું મૂલ્ય સાચું છે અને ઉધાર લેવામાં આવેલી રકમ પણ સાચી છે. તેમનો મારા પર આટલાનો જ દાવો બને છે.
ત્યાં ઉપસ્થિત લોકોએ તેમને સમજાવવાનો પ્રયત્ન કર્યો ? તેઓ ઇચ્છે તો ન્યાયાધીશને ઓછી રકમની વાત કહી દે જેથી તેમને ઓછું મૂલ્ય આપીને સજામાંથી છૂટકારો મળી શકે.
બધાની વાતોને બાજુ પર રાખતાં ભારતેન્દુ હરિશ્ચંદ્રએ મહાજનના દાવાને ફરીથી સાચો હરાવ્યો. ન્યાયાધીશે તેમને સજા સંભળાવવી પડી. મહાજનને જ્યારે આખી ઘટનાની જાણકારી મળી તો તેમણે કહ્યું – આપ એક પ્રખ્યાત લેખક છો. જો આપ આપના દાવામાંથી ફરી ગયા હોત તો પણ હું આપનું કાંઈ જ કરી શકતો ન હતો.
ભારતેન્દુ હરિશ્ચંદ્ર બોલ્યા – આપે જ કહ્યું કે હું એક પ્રખ્યાત લેખક છું. એવામાં મારી સત્ય પર ચાલવાની જવાબદારી વધારે વધી જાય છે. જો હું અસત્ય બોલીશ તો કાલે કયા મોંએ લોકોને સત્ય પર ચાલવાની પ્રેરણા આપી શકીશ? મહાજન ભારતેન્દુ હરિશ્ચંદ્રની સત્યવાદિતાથી એટલા પ્રભાવિત થયા કે તેણે પોતાનો કેસ પાછો ખેંચી લીધો.
યુગ શક્તિ ગાયત્રી, જાન્યુઆરી ૨૦૧૭
Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/JMH2pRAWc941UbLAIu75m6