140
એક મહાત્મા પર્વત પર ચઢી રહ્યા હતા. તે સમયે એક દસ વર્ષની છોકરી તેના ભાઈને તેડીને પર્વત ચઢી રહી હતી. મહાત્માએ કહ્યું, “બેટા, તું આટલો ભારે બોજ ઉઠાવીને પહાડ કેવી રીતે ચઢી શકીશ ?”
છોકરીએ તરત જ જવાબ આપ્યો – બાબા આ બોજ નથી ભાઈ છે.
જ્યાં પ્રેમ અને ભાવના હોય ત્યાં કોઈ કામ ભારે (બોજ) લાગતું નથી. ભાવના ન હોય તો જીવન જ બોજારૂપ લાગે છે. જ્યાં અંતઃકરણમાંથી ઊમટેલી ભાવનિષ્ઠાને જ સર્વોપરિ માનવામાં આવે છે ત્યાં જ સાચી પારિવારિકતા રહેલી છે. વસુધૈવ કુટુંબકમની ભાવના રહેલી છે.
યુગ શક્તિ ગાયત્રી, ડિસેમ્બર ૧૯૯૬
Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/JMH2pRAWc941UbLAIu75m6