રામકૃષ્ણ પરમહંસને કોઈ જિજ્ઞાસુએ પૂછ્યું, “શું મંત્રજપ સૌના માટે એકસરખા ફળદાયક હોય છે “તેમણે જવાબ આપ્યો, “ના.”
આવું કેમ ? ના ઉત્તરમાં પરમહંસે જિજ્ઞાસુને એક કથા સંભળાવી.
એક રાજા હતા. તેનો મંત્રી દરરોજ જપ કરતો. રાજાએ જપનું ફળ પૂછ્યું તો તેણે કહ્યું, “તે સૌના માટે સરખું નથી હોતું. ” આથી રાજાને અસમંજસ થઈ અને તે કારણ બતાવવા આગ્રહ કરવા લાગ્યો. મંત્રી ઘણા દિવસ સુધી તો ટાળતો રહ્યો, પણ એક દિવસ યોગ્ય અવસર જોઈને રાજાના મનનું સમાધાન કરવાનો નિશ્ચય કર્યો.
મંત્રી અને રાજા એકાંતચર્ચા કરી રહ્યા હતા. એક નાનું બાળક ત્યાં ઊભું હતું. મંત્રીએ બાળકને કહ્યું, “રાજા સાહેબના મોં પર પાંચ લાફા માર. મંત્રીની વાત પર બાળકે ધ્યાન ન આપ્યું અને જેમનો તેમ ઊભો રહ્યો. આ અપમાન પર રાજાને ખૂબ ક્રોધ આવ્યો અને તેમણે બાળકને હુકમ આપ્યો, “મંત્રીના મોં પર જોરથી પાંચ લાફા માર.” બાળક તરત આગળ વધ્યું અને તેણે તડાતડ લાફા ઝીંકી દીધા.
મંત્રીએ નિશ્ચિતતાપૂર્વક કહ્યું, “રાજન ! મંત્રશક્તિ આ બાળક જેવી છે, જેને એ વાતનો વિવેક રહે છે કે કોનું કહેવું માનવું જોઈએ અને કોનું નહિ ? કોના પર કૃપા કરવી જોઈએ અને કોના પર નહિ “
યુગ શક્તિ ગાયત્રી, નવેમ્બર ૨૦૦૬
Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/JMH2pRAWc941UbLAIu75m6