વિલ્સન નામનો એક જમીનદાર અત્યંત આલીશાન બંગલામાં રહેતો હતો. તેના બંગલાની સફાઈનું કામ પૈટ્સી નામની મહિલાના માથે હતું. પૈટ્સીની એક નાનકડી દીકરી પણ હતી જેનું નામ મેરી જીન હતું.
પૈટ્સી જ્યારે બંગલાની સફાઈ કરવા જતી તો પોતાની દીકરીને બહાર બેસાડીને જતી જેથી તેને જોઈને વિલ્સન નારાજ ન થાય. એક દિવસ જ્યારે પૈટ્સી અંદર સફાઈ કરવા ગઈ તો મેરી જીન બારીમાં ઊભી થઈને અંદર જોવા લાગી. વિલ્સનની દીકરીઓએ તેને આવી રીતે જોતાં જોઈ તો તેને અંદર બોલાવી લીધી. મેરી જીનની તો જાણે ઈચ્છા પૂરી થઈ ગઈ.
તે બંગલાની અંદરની ભવ્યતા નિહાળી રહી હતી ત્યાં તેની નજર એક પુસ્તક પર જઈને અટકી ગઈ. વિલ્સનની પુત્રીઓએ તેને પુસ્તકને અડવાની કોશિશ કરતાં જોઈ તો વ્યંગ્ય કરતાં તેમણે કહ્યું – શું પુસ્તક ચોરવાનો તારો ઈરાદો છે ? પણ ચોરીને પણ શું કરીશ ? તને તો વાંચતાં પણ નથી આવડતું. તેમનો કટાક્ષ સાંભળીને મેરી જીનનું અંતર્મન અત્યંત ઘવાયું. તેણે નક્કી કરી લીધું કે તે ભણી-ગણીને એક સારો રોજગાર મેળવશે. તેણે અસંભવ પરિસ્થિતિઓમાં પોતે શિક્ષણ મેળવ્યું અને આગળ જતાં એક પ્રખ્યાત સમાજસેવી મહિલા તરીકે પ્રસિદ્ધ થઈ. મનુષ્ય જો નિર્ધારિત કરી લે તો શુંનું શું કરીને બતાવી શકે છે.
યુગ શક્તિ ગાયત્રી, એપ્રિલ ૨૦૧૫
Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/JMH2pRAWc941UbLAIu75m6