Home year2016 મનની સુંદરતા

મનની સુંદરતા

by Akhand Jyoti Magazine

Loading

કેટલીક સ્ત્રીઓ નદીના તટ પર બેઠી હતી અને પોતાને સૌથી સુંદર બતાવી રહી હતી.

થોડી વારમાં જ તેમનામાં વિવાદ થવા લાગ્યો. ત્યારે એક ચીંથરેહાલ વૃદ્ધ સ્ત્રી ત્યાંથી પસાર થઈ. એ સ્ત્રીઓએ તેની પાસે પોતાના વિવાદનો નિર્ણય કરાવવાનો નિશ્ચય કર્યો.

તેમણે તેને બોલાવીને કહ્યું, “હે વૃદ્ધ અમ્મા ! જરા અમને જણાવો કે અમારામાંથી કોણ સૌથી વધારે સુંદર છે?.’’

એ વૃદ્ધાએ કહ્યું, “હું બહુ ભૂખી છું. પહેલાં મને ખાવાનું આપો તો જ કંઈક બતાવી શકીશ.’’ એ સ્ત્રીઓએ એ વૃદ્ધાને ધુત્કારતાં કહ્યું, “જા ભાગ, અમારી પાસે કાંઈ નથી.’”

ત્યાં જ થોડેક દૂર એક મજૂરણ બેઠી હતી, તેણે વૃદ્ધાને પ્રેમથી પાસે બોલાવીને ભોજન કરાવ્યું અને પાણી પિવરાવ્યું. વૃદ્ધ સ્ત્રી જતી વખતે એ સ્ત્રીઓને એમ કહેતાં નીકળી, “સુંદરતા શરીરથી નહિ, મનથી નક્કી થાય છે. જેનાં કર્મ, વિચાર અને ભાવ સારા હોય છે તે જ વાસ્તવમાં સુંદર હોય છે.’’

યુગ શક્તિ ગાયત્રી,જાન્યુઆરી ૨૦૧૬

Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/JMH2pRAWc941UbLAIu75m6

You may also like