બે સાધુ એક સાથે જઈ રહ્યા હતા. રસ્તામાં નદી આવી. નાવ ન હતી. એક યુવાન મહિલા પણ નદી પાર કરવા માટે સાધનની રાહ જોઈ રહી હતી. મહિલાએ સાધુઓને કહ્યું “ભાઈ ! મને નદી પાર ઉતારી દો.” એક સાધુએ તેને ખભા પર બેસાડીને પાર કરાવી દીધી.
આગળ જઈને બીજા સાધુએ કહ્યું, “તમે સારું ન કર્યું. યુવતીને ખભા પર બેસાડવી જોઈએ નહીં.” પહેલો સાધુ મૌન બની ગયો. આગળ જતાં પહેલા સાધુએ તે જ વાત ફરી કહી. તે મૌન રહ્યો. આગળ જઈને ફરીથી સાધુને કહ્યું “તમે સારું ન કર્યું.” પાર કરાવનાર સાધુએ કહ્યું, “મેં તો તેને ખભા પર બેસાડીને પાર ઉતારી દીધી, પરંતુ તમે તો તેને મગજમાં લઈને ફરો છો. તેને કાઢી શક્યા નથી.
એ સાચું છે કે વાસના મનમાં વસેલી હોય છે અને તેમાં વિચારો ભરેલા હોય છે. તેથી ભલે કોઈ કાર્ય પ્રત્યક્ષ કરવામાં આવે તો પણ તે બ્રહ્મચર્ય તૂટવા સમાન છે. જોકે એનાથી વિપરિત કોઈ કામ તે ભાવનાથી ન ક૨વામાં આવ્યું હોય અને તેવા વિચારો પણ મનમાં ન આવ્યા હોય, તો તેમાં મર્યાદા ઉલ્લંધન માનવામાં આવતું નથી.
યુગ શક્તિ ગાયત્રી, માર્ચ ૧૯૯૭
Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/JMH2pRAWc941UbLAIu75m6