મહાકવિ માઘ પોતાની ઉદારતા માટે પ્રસિદ્ધ હતા. તે દિવસોમાં પોતાની આર્થિક સ્થિતિ ખરાબ ચાલી રહી હતી. છતાં પણ હૃદયની ઉદારતા પહેલાં જેવી જ હતી.
એક રાત્રિએ એક યાચક તેમના ઘરે આવ્યો. તેણે જણાવ્યું કે મારે મારી કન્યાનો વિવાહ કરવો છે અને મારી પાસે કશું જ નથી. આપની ખ્યાતિ સાંભળીને આપની પાસે આવ્યો છું કંઈક મદદ મળી જાય તો મારું કામ થઈ જાય.
કવિ માઘનું હૃદય દ્રવિત થઈ ઊઠયું. ઘરની સંપત્તિ ઉપર નજર નાંખી. પાસે કશું હતું નહીં. ત્યાં જ પાસે સૂતેલી પત્નીના શરીર ઉપર નજર પડી. ધીરેથી એક કંગન ઉતાર્યું અને અતિથિને આપતાં કહ્યું, “આ સંજોગોમાં વધુ આપવાને મજબૂર છું, જે કંઈ પાસે છે, તેનો જ સ્વીકાર કરો.”
ત્યારે જ પત્નીની આંખ ખૂલી, વસ્તુસ્થિતિ સમજાઈ, મંદ હાસ્ય સાથે કહ્યું, “ભલા વિવાહ જેવું કાર્ય એક કંગનથી કેવી રીતે થશે ? આ બીજું પણ લઈ જાવ.’’ અને બીજું કંગન પણ ઉતારીને આપી દીધું. પત્નીના આ કૃત્ય ઉપર માઘ પુલકિત થઈ ઊઠયા.
યુગ શક્તિ ગાયત્રી, ઓગસ્ટ ૨૦૦૩
Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/JMH2pRAWc941UbLAIu75m6