Home year1988 મહેનતની કમાણી

મહેનતની કમાણી

by Akhand Jyoti Magazine

Loading

એક કવિએ મોટું ઇનામ મેળવવાની લાલચથી રાજાની પ્રશંસામાં લાંબી કવિતા લખી અને રાજ દરબારમાં હોશે હોશે ગાઈ સંભળાવી.

રાજા કવિની લાલચ સમજી ગયા. રાજાએ આવતી કાલે દસ હજાર સુવર્ણ મુદ્રાઓ આપવાની વાત કહી અને કવિને વિદાય કર્યા.

કવિ આખી રાત ઈનામમાં મળનાર રકમ વાપરવાની યોજનાઓ બનાવતા રહ્યા. મનમાં ખુશીનો કોઈ પાર નહોતો. આખી રાત ઊંઘ્યા પણ નહિ,

દરબાર ભરતાં જ કવિ જઈ પહોચ્યા. રાજાએ અજાણ્યા બનીને પૂછયું – શા માટે આટલા વહેલા આવવું પડયું ?

કવિ ચોંકી ઉઠયા. યાદ અપાવ્યું કે એમને આજે રાજ્ય કોષમાંથી ઇનામના રૂપમાં દસ હજાર સુવર્ણ મુદ્રાઓ મેળવવાની છે.

રાજા હસી પડયા અને બોલ્યા – તમે કવિતા ગાઈ સંભળાવીને અમોને ખુશ કરી દીધા. અમે પણ એવું જ કર્યું. ખુશીની વાત સંભળાવીને તમારું મન પ્રસન્ન કરી દીધું. હકીકતમાં સુવર્ણ મુદ્રાઓ લેવી હોય તો એના બદલામાં મહેનત કરો.

કવિ નિરાશ થઈને પાછા ફર્યા રસ્તામાં વિચારતા રહ્યા – કદાચ ઈશ્ચરને ત્યાં પણ આવી જવ્યવસ્થા છે. જેને કારણે ભકતોને પણ મારી જેમ નિરાશ થવું પડે છે.

યુગ શક્તિ ગાયત્રી, મે ૧૯૮૮

Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/JMH2pRAWc941UbLAIu75m6

You may also like