118
અરે મૂર્ખ સુધરી ! તું આખો દિવસ બસ તણખલાં જ વીણ્યા કરીશ ? તું પણ ગજબની છે, નહિ કોઈ મોજ કે નહિ કોઈ મસ્તી ! બસ આખો દિવસ મહેનત ! મહેનત !
કાગડાની કર્કશ વાણી સાંભળીને પણ સુઘરી પોતાના કામમાં જ લાગી રહી. એણે કોઈ જ્વાબ આપ્યો નહિ.
થોડા દિવસો પછી ચોમાસુ આવ્યું. એક દિવસ આકાશ વાદળોથી છવાઈ ગયું અને વરસાદ વરસવા લાગ્યો. સુઘરી પોતાનાં બચ્ચાં સાથે માળામાં ભરાઈ ગઈ અને કાગડો પાણીથી બચવા માટે આમથી તેમ ઉડતો રહ્યો સાંજે તે સુઘરીની પાસે જઈને બોલ્યો – બહેન ! સાચે જ મારાથી ભૂલ થઈ. તને આ પ્રકારે સુરક્ષિત બેઠેલી જોઈને મને માલુમ થયું કે મહેનતનું ફળ હમેશાં મીઠું હોય છે.
યુગ શક્તિ ગાયત્રી, મે ૧૯૮૮
Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/JMH2pRAWc941UbLAIu75m6