એક ગુરુના બે શિષ્યો હતા, બંને ઈશ્વરભક્ત હતા. બંને ઈશ્વરની ઉપાસના પછી રોગીઓની સેવા કરતા હતા.
એક દિવસ ઉપાસનાના સમયે જ કોઈ કષ્ટપીડિત રોગી આવી ગયો. ગુરુજીએ પૂજા કરી રહેલા શિષ્યોને બોલાવ્યા. શિષ્યોએ કહ્યું, “હમણાં થોડી પૂજા બાકી છે. પૂજા પૂરી થયે આવીશું.’’
ગુરુજીએ બીજીવાર બોલાવવા મોકલ્યા. તેઓ આ વખતે આવી તો ગયા, પણ એમનું મન ઉદાસ હતું. ગુરુજીએ અમને સમજાવતાં કહ્યું કે “વત્સ, જપ-પૂજાનો ક્રમ તો પછી પણ પૂરો કરી શકાય, પરંતુ પીડિત માનવતાની સેવાનું સૌભાગ્ય તો કોઈક ભાગ્યશાળીને જ મળે છે. તમારા જપનું પુણ્ય તો તમે પછી જપ પૂરા કરત ત્યારે પણ મળતું, પણ એ પીડિતની સેવાનો સંતોષ તો તરત જ મળી જાત, જેનાથી તમે વંચિત રહી ગયા.” આ વાત સાંભળી શિષ્યો પોતાના આવા કૃત્ય બદલ શરમિંદા થઈ ગયા અને છોભીલા પડી ગયા અને એ દિવસથી તેઓ સેવાકાર્યને ખૂબ મહત્ત્વ આપવા લાગ્યા.
યુગ શક્તિ ગાયત્રી, જૂન ૨૦૧૪
Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/JMH2pRAWc941UbLAIu75m6