સાધુ સ્વામીનાથનની ઝૂંપડી ગામની નજીક જ હતી. ગામલોકો મોટેભાગે રોજ સાંજે તેમની પાસે જતા અને ધર્મચર્ચાનો લાભ મેળવતા હતા.
જ્યારે સાંજના ભજનનો સમય થતો ત્યારે ગામના બે તોફાની છોકરાઓ આવી ચડતાને કહેતા, “મહાત્મા, અમે તમારી પાસે જ્ઞાન મેળવવા આવ્યા છીએ. આમ કહીને પછી ગપાટા મારવા લાગતા. વચ્ચે વચ્ચે સાધુને ખીજવતા જતા અને તેમને ગુસ્સો આવે તેવી વાતો પણ કરતા જતા. તેમને તો મનોરંજન થતું હતું પણ સાધુના ભજનપૂજનનો વખત બગડતો હતો. આવું મહિના સુધી ચાલતું રહ્યું તેમ છતાંય સાધુ ગુસ્સે ના થયા. એ પણ છોકરાઓ સાથે વાતો કરતા ગયા અને હસતા જ રહ્યા.
ઘણા દિવસો સુધી એ છોકરાઓ સાધુને ગુસ્સે કરવામાં સફળ ના થયા. તેથી તેમને પોતાની જાત ઉપર ક્ષોભ થયો. તેમણે માફી માગીને પૂછ્યું, “મહાત્મા, અમે જાણી જોઈને તમને ચીડવવાની કોશિશ કરતા હતા, તેમ છતાંય તમે ક્યારેય ખીજાયા કે ગુસ્સે કેમ ના થયા ?”
સાધુએ હસીને કહ્યું, ‘બેટા, જો હું પોતે જ ગુસ્સે થઈ જાઉં તો તમને શીખવાડી ક્યાંથી શકું ?” પોતે આવેશમાં આવીને સમતુલા ગુમાવનારાઓ બીજાને સુધારી નથી શકતા.
યુગ શક્તિ ગાયત્રી, જુન ૧૯૯૮
Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/JMH2pRAWc941UbLAIu75m6