ગાંધીજી એ દિવસોમાં આફ્રિકામાં હતા. એમની સાથે જર્મન નિવાસી કૈનલ બૈક રહેતા હતા. બન્નેમાં સારી મિત્રતા હતી. ત્યાંના પઠાણોને ગાંધીજીની નીતિ પસંદ ના આવી, તો તેઓ નારાજ થઈ ગયા.
કૈનલ બૈકને એવો અનુભવ થયો કે આ પઠાણો ગમે ત્યારે ગાંધીજી પર આક્રમણ કરી શકે છે, આથી તેમણે ગાંધીજીની સુરક્ષા માટે એક રિવોલ્વરની વ્યવસ્થા કરી લીધી. ગાંધીજીની સાથે કૈનલ બૈકને ક્યાંય જવાનું થાય, ત્યારે તેઓ તેમના કોટના ખિસ્સામાં રિવોલ્વર છુપાવીને લઈ જતા. ગાંધીજીને જયારે ખબર પડી ત્યારે એમણે રિવોલ્વર રાખવાનું કારણ પૂછ્યું.
કૈનલ બૈકે કહ્યું, “મને જાણવા મળ્યું છે કે કેટલાક પઠાણ તમારાથી નારાજ થઈ ગયા છે. કોણ જાણે ક્યારે તમારા પર આક્રમણ કરી દેશે.”
બાપૂ બોલ્યા, “મારી રક્ષાની જવાબદારી ઈશ્વરના હાથમાં છે અને હવે તમે એને પોતાના હાથમાં લઈ રહ્યા છો. આ પણ ખરું થયું ! તમે મારા પ્રત્યેની મૈત્રી અને આત્મીયતાનો ભાવ રાખવાના કારણે ઈશ્વરના અધિકારને છીનવી લેવાનું સાહસ કર્યું.”
કૈનલ બૈક હવે શું કહે? એમણે રિવોલ્વર કાઢી બહાર ફેંકી દીધી.
અધ્યાત્મવાદીને નથી ક્યારે ભય થતો કે નથી થતી સુરક્ષાની ચિંતા.
યુગ શક્તિ ગાયત્રી, માર્ચ ૧૯૯૯
Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/JMH2pRAWc941UbLAIu75m6