87
યોગીએ નાવની મદદ વિના પાણી પર ચાલીને નદી પાર કરી. તેને પોતાની સિદ્ધિ પર બહુ ગર્વ થયો અને સંતોષ પણ.
અહંકાર ભરેલા એ યોગીને એક વૃદ્ધ માછીમારે જોયા. તેમની નજીક જઈને સાષ્ટાંગ પ્રણામ કરતાં કહ્યું, “ભગવન્! પાણી પર ચાલવાની આ સિદ્ધિ આપે કેટલા સમયમાં મેળવી ?”
યોગીએ પોતાનું ગર્વોન્મત્ત મસ્તક વધારે ઊંચું કરતાં કહ્યું, “પૂરાં વીસ વર્ષ કઠોર તપસ્યા કરીને મેં આ સિદ્ધિ પ્રાપ્ત કરી છે.”
વૃદ્ધે ખિન્ન થઈને કહ્યું, “આપનો આટલો લાંબો સમય નકામો જ ગયો. જે કામ માછીમારને બે પૈસા આપીને પૂરું કરાવી શકતા હતા, તેના માટે આટલું કષ્ટ ઉઠાવવાની શી જરૂર હતી ?”
યુગ શક્તિ ગાયત્રી, મે ૨૦૦૬
Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/JMH2pRAWc941UbLAIu75m6