81
સંત પોતાના શિષ્યોને સમજાવી રહ્યા હતા – “યોગ્ય વ્યક્તિની પ્રશંસા કે આલોચના જ મહત્ત્વપૂર્ણ હોય છે, બાકીનાની નહિ.’ શિષ્ય બોલ્યો – “એવું કેમ ? ”
સંત તેને સમજાવવા માટે એક બાગમાં લઈ ગયા. ત્યાં મોટાં સુંદર પુષ્પ લાગેલાં હતાં. સંતે ત્યાં ઊભા રહીને એક બકરીને બૂમ પાડી. બકરી પાસે આવી તો તેમણે તેને કહ્યું – ‘બકરીજી ! જરા જુઓ તો ખરાં કેટલાં સુંદર ફૂલ લાગેલાં છે !” બકરીએ સંતની વાતો પર કોઈ ધ્યાન ન આપ્યું અને બધાં જ ફૂલો ચરી ગઈ.
સંત બોલ્યા – “એટલા માટે જીવનમાં સૂચન અને આલોચના એમની જ સ્વીકારવી જોઈએ જે તેનું મહત્ત્વ જાણતા હોય. બાકી તો આ બકરીની જેમ તકનો ફાયદો ઉઠાવવાનું વિચારે છે.” તેમનું કહેવુ શિષ્યોને સમજાઈ ગયું.
યુગ શક્તિ ગાયત્રી, જાન્યુઆરી ૨૦૧૫
Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/JMH2pRAWc941UbLAIu75m6