તે દિવસોમાં ઈટાલી અને ઓસ્ટ્રીયા વચ્ચે ભયંકર યુદ્ધ ચાલી રહ્યું હતું. જીતવાની ધૂનમાં આગળ વધવાનું અને શત્રુ સૈનિકોને મારવાનું ઝનૂન બંને પક્ષે સવાર હતું, પરંતુ મૃતકો અને ઘાયલોની દેખભાળની ચિંતા કોઈ પણ પક્ષને ન હતી. તે સૌને દયાની દશામાં પડચા રહેવું પડતું હતું.
આ સમસ્યા પર જીનીવા બેંકના એક કર્મચારી જીન હૈનરી ડૂમાએ ભાવનાપૂર્ણ મનઃસ્થિતિથી વિચાર કર્યો અને તાત્કાલિક ઉપાય વિચાર્યો. તેમણે નોકરી છોડી દીધી. ફ્રાંસીસી ડાલજીરિયામાં એક ફાર્મ ખરીદ્યું અને બંને પક્ષોનો સંપર્ક સાધીને એ વાત પર સહમત કર્યા કે ઘાયલોની ચિકિત્સા અને મૃતકોની અંત્યેષ્ટિની સુવિધા તેને આપવી જોઈએ. આ પ્રયાસનું નામ આપવામાં આવ્યું ‘રેડક્રોસ’.
આની શરૂઆત તો થઈ નાના રૂપમાં, પરંતુ ત્યાર પછીનાં થતાં યુદ્ધમાં તેની ઉપયોગિતા ઘણી જ વધી ગઈ. અનેક દેશોની સરકારોએ તેમાં સહયોગ આપ્યો.
એક આચારસંહિતા તૈયાર થઈ કે યુદ્ધ ક્ષેત્રમાં ઘાયલોને ઉપાડવા ઉપયોગમાં લેવાતાં રેડક્રોસના વાહનોને કોઈ રોકશે નહીં. રેડક્રોસની સ્થિતિ આજે ઘણી જ સમુન્નત છે. આનું શ્રેય ડૂમાને છે, જેને નોબલ પુરસ્કાર પણ મળ્યો.
યુગ શક્તિ ગાયત્રી, ઓક્ટોબર ૨૦૦૩
Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/JMH2pRAWc941UbLAIu75m6