Home year2022 લાગણીઓ સાથેનું સંગીત

લાગણીઓ સાથેનું સંગીત

by Akhand Jyoti Magazine

Loading

તાનસેન અકબરના દરબારમાં ગાયક હતો. અકબર જ્યારે તાનસેનના ગાયનની પ્રશંસા કરતો ત્યારે તાનસેન કહેતો હતો કે આ બધો મારા ગુરુદેવ સંત હરિદાસ મહારાજનાં ચરણોનો પ્રતાપ છે. આ પૃથ્વી પર તેમના જેવો બીજો કોઈ મહાન ગાયક નથી.

તાનસેનની વાત સાંભળીને અકબર સંત હરિદાસનાં દર્શન કરવા વ્યાકુળ થઈ ગયો. તાનસેનની સાથે સંતના આશ્રમે જઈને તેણે સંત હરિદાસનાં દર્શન કર્યા અને તેમનાં ભજનો સાંભળીને તે સૂધબૂધ ખોઈ બેઠો. તેણે તાનસેનને કહ્યું કે તમે પણ ખૂબ સારું ગાઓ છો, પરંતુ તમારા ગુરુ સંત હરિદાસના સંગીતને સાંભળીને જેટલો આનંદ થયો એટલો તમારું ગાયન સાંભળવાથી મળતો નથી. આનું કારણ શું છે?

તાનસેને જવાબ આપ્યો કે સંત હરિદાસ ઈશ્વરના પ્રેમનાં ગીત ગાય છે, જ્યારે હું દરબારી ગાયક હોવાના કારણે ધનના લોભમાં તમને ખુશ કરવા માટે ગાઉં છું. આમ અમારા બંનેના ભાવમાં જમીન-આસમાન જેટલું અંતર છે. આવું સાંભળીને અકબરે સંત હરિદાસનાં ચરણોમાં પ્રણામ કર્યા.

સંદર્ભ: યુગ શક્તિ ગાયત્રી, માર્ચ: ૨૦૨૨

Follow this link to join our WhatsApp group:
https://chat.whatsapp.com/JMH2pRAWc941UbLAIu75m6

You may also like