એક વાર્તા હંમેશાં યાદ રાખવા જેવી છે. એક રાજાએ પોતાના રક્ષણ માટે એક વાંદરો પાળ્યો અને તેને પોતે સૂતો હોય ત્યારે ચોકીદારી કરવાનું કામ સોંપ્યું.
સૂતેલા રાજાના નાક ઉપર માખી બેઠી અને વાંદરાએ તે માખી ઉપર તલવાર ચલાવી. માખી તો ઊડી ગઈ પણ રાજાનું નાક કપાઈ ગયું.
લોકશાહીમાં મતદારોની અબ્ધતા પેલા વાંદરાના અજ્ઞાન કરતાંય વધારે જોખમી નીવડે છે. તે પોતાનો મત ગેરલાયક ઉમેદવારને આપે છે ત્યારે તે તિજોરીની ચાવી લૂંટારાઓના હાથમાં સોંપવા જેવી ભૂલ કરે છે. મતદારો રાષ્ટ્રની સમસ્યા પ્રત્યે કેટલા સજાગ છે અને તેમને ઉકેલવા માટે પોતાનો મતાધિકાર કેટલી સમજદારીથી વાપરે છે, એની ઉપર જ લોકશાહીની સફળતાનો આધાર છે. જો મતાધિકાર વાપરવામાં બેદરકારી થતી રહે, તો પછી લોકશાહી જેટલી સારી છે તેટલી જ ખરાબ પણ છે એમ કહેવામાં કશું ખોટું નથી. આવા અનર્થથી બચવા અને બચાવવા માટે મતદારો દીર્ઘદષ્ટા અને જવાબદાર હોય તે અત્યંત જરૂરી છે.
યુગ શક્તિ ગાયત્રી, માર્ચ ૧૯૯૮
Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/JMH2pRAWc941UbLAIu75m6