ન્યુયોર્ક (અમેરીકા) માં એક અમીરે વસિયતનામું લખ્યું, જે એના મૃત્યુ પછી વાંચવામાં આવ્યું. વસિયતનામું સાંભળીને લોકોને આશ્ચર્ય થયું; કારણ કે એમાં વિચિત્ર અને રોચક વાતો લખી હતી. એમાં કુટુંબના સદસ્યો, ચાલાક ડ્રાયવરો, ચોર નોકરોના કાર્યોનું વાસ્તવિક વિવરણ પણ હતું.
એણે પત્નીને ફકત એક હજાર ડોલરની રકમ આપતાં વસિયતમાં લખ્યું- પત્નીએ મને જિંદગીભર મૂર્ખ સમજ્યો એની નજર મારી સંપત્તિ પર જ રહી. મારા સુખદુ:માં કયારેય ભાગ ન પડાવ્યો પરંતુ હકીકતમાં હું મૂર્ખ ન હતો”
એકના એક રખડું હરામખોર પુત્ર માટે વસિયતમાં માત્ર એટલું જ લખ્યું- “તને પરસેવાની કમાણીનો એક પણ પૈસો આપવાનો અર્થ એ થશે કે હું પણ તારી હરામખોરી અને રખડપટ્ટીથી સંમત હતો.”
બેટી, જેણે ઘડપણમાં પિતાની સેવા ચાકરી કરી તેના નામે એક લાખ ડોલર મૂકતાં લખ્યું- “મારા જમાઈએ એક જ સમજદારી બતાવી કે મારી પુત્રી સાથે લગ્ન કર્યું પોતાના જમાઈના આળસ-પ્રમાદને જોતાં આ રકમ મારી બેટીના નામે કરી રહ્યો છું, જેથી એનું ભવિષ્ય ન બગડે “
વસિયતમાં નોકરોને ખટારા મોટરગાડીઓ જાણી બૂઝીને આપી રહ્યો છું, કારણકે એમની ચાલાકીથી હંમેશા નવાની જગ્યાએ જુના દાગીના નાંખવામાં આવ્યા અને રકમ તેઓ ખાઇ ગયા. હવે આ ખટારા મોટર ગાડીઓ જિંદગીભર એમને હેરાન કરશે એમની બેઈમાની અને ભ્રષ્ટાચાર એમને જ માથે પડશે. “
“જૂના વાસણ કપડાં વગેરે નોકરોને એટલાં માટે સોપી રહ્યો છું કે જેથી એમને ભવિષ્યમાં પોતાના માલિકોને ત્યાંથી ચોરવા ન પડે.”
યુગ શક્તિ ગાયત્રી, મે ૧૯૮૮
Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/JMH2pRAWc941UbLAIu75m6