Home yearYear2012 વાણીનો સદુપયોગ

વાણીનો સદુપયોગ

by Akhand Jyoti Magazine

Loading

બે ભાઈઓમાં વિવાદ છેડાઈ ગયો કે દુનિયામાં સૌથી શક્તિશાળી શું છે ? પોતાની સમસ્યાનું નિરાકરણ કરાવવા તેઓ પોતાના પિતા પાસે પહોંચ્યા.

બધું સાંભળીને પિતાજી બોલ્યા, “બંને બિલકુલ ગધેડા છો. ફાલતુની વાતોમાં મારો અને તમારો સમય બગાડી રહ્યા છો.” પોતાનું અપમાન સાંભળીને બંને ગુસ્સે થયા, પણ મર્યાદાવશ કંઈ બોલી ન શક્યા.

થોડા સમય પછી પિતાજી ફરીથી બોલ્યા, “તમે બંને કેટલા બુદ્ધિમાન છો. તમારો ખાલી સમય જીવનના ગૂઢ વિષયોના પ્રતિપાદનમાં વિતાવો છો. મને તમારા બંને પર બહુ ગર્વ છે.” પોતાની પ્રસંશા સાંભળીને બંનેના ચહેરા ખીલી ઊઠયા.

આ જોઈને પિતાજી બોલ્યા, “પુત્રો ! દુનિયામાં સૌથી શક્તિશાળી મનુષ્યની વાણી છે. તે હથિયાર ઉપાડ્યા વિના ક્રાંતિ કરાવી શકે છે અને પરિશ્રમ કર્યા વિના શાંતિ પણ. જીવનમાં આનો હમેંશા સદુપયોગ કરજો.”

સંદર્ભ: યુગ શક્તિ ગાયત્રી
જૂન, ૨૦૧૨
Follow this link to
join our WhatsApp group: https://chat.whatsapp.com/DXVpvufZ1rMG6weuxRoIvJ

You may also like