164
એકવાર એક આંધળો ફકીર રસ્તા પર કપડું પાથરીને ભીખ માગી રહ્યો હતો. રસ્તેથી પસાર થતા માણસોને કહ્યું, “ખુદાના નામ પર એક પૈસો આપતા જાવ.”
ત્યાં થઇને નીકળનારાઓમાં એક મશ્કરા સ્વભાવનો યુવાન હતો. તેણે પૂછયું, “ફકીર સાહેબ ! તમોએ ખુદાને જોયો છે કે જેથી એના નામે ભીખ માંગો છો ?
ફકીર પણ એવો જ હતો. તેણે ખોટું લગાડયા વિના સામેથી પૂછ્યું. “સારું, તમે જ બતાવો કે તમે ખુદાને જોયો છે ?”
પેલાએ સ્પષ્ટ ના કહી, ફકીરે કહ્યું “જયારે તમે બે આંખોવાળા હોવા છતાં ખુદાને જોયો નથી, તો ભલા હું આંધળો તેને કેવી રીતે જોઇ શકું ?”
આજે આવા અજ્ઞાનીઓની બોલબાલા છે. આ બધાનું મૂળ કારણ છે વિધાની અવગણના.
યુગ શક્તિ ગાયત્રી, નવેમ્બર ૧૯૮૯
Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/JMH2pRAWc941UbLAIu75m6