Home year2006 વિવેક જાગૃતતા

વિવેક જાગૃતતા

by Akhand Jyoti Magazine

Loading

ભગવાન બુદ્ધ એક રાત્રે પ્રવચન કરી રહ્યા હતા. પ્રવચન સાંભળવા બેઠેલ વ્યક્તિઓમાંથી એક વ્યક્તિ ઝોકાં ખાઈ રહી હતી. તથાગતે એ ઊંઘતી વ્યક્તિને પૂછ્યું, “વત્સ ! સૂઓ છો ?” “ના, ભગવન્ ! ઝબકીને તે વ્યક્તિએ કહ્યું.

પ્રવચન પહેલાંની જેમ ફરી ચાલુ થઈ ગયું અને તે શ્રોતા પણ પહેલાંની જેમ સૂવા લાગ્યો. ભગવાન બુદ્ધે ત્રણ-ચાર વાર તેને જગાડ્યો, પણ તે ના ભગવન્ કહીને ફરી ઊંઘવા લાગતો. છેલ્લી વાર તથાગતે પૂછ્યું “વત્સ ! જીવિત છો ?” “ના ભગવન્ !’ પહેલાંની જેમ જ જવાબ આપ્યો તે શ્રોતાએ, શ્રોતાઓમાં હાસ્યનું મોજું ફેલાઈ ગયું.

ભગવાન બુદ્ધ પણ મુસ્કુરાયા, પછી ગંભીર થઈને બોલ્યા, “વત્સ ! ઊંઘમાં તારાથી સાચો જવાબ અપાઈ ગયો. જે ઊંઘમાં છે, તે મરેલા જેવો છે, જ્યાં સુધી આપણે વિવેક અને પ્રજ્ઞામાં જાગતા નથી, ત્યાં સુધી આપણે મરેલા જેવા જ છીએ.’

યુગ શક્તિ ગાયત્રી, મે ૨૦૦૬

Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/JMH2pRAWc941UbLAIu75m6

You may also like