ઇસુ એક ગામમાંથી પસાર થઇ રહ્યા હતા. એમણે એક માણસને વેશ્યાની પાછળ દોડતો જોયો. તેથી તેઓ થોભી ગયા અને પેલા માણસને એ ખોટું કામ ન કરવા માટે સમજાવવા લાગ્યા.
‘બરાબર ધ્યાનથી એનો ચહેરો જોયો તો તે પરિચિત લાગ્યો. બરાબર યાદ કરવાથી એક જૂની ઘટના તાજી થઇ. પછી એમણે કહ્યુ-“અરે, તું તો એ માણસ છે કે જેના માટે બે વર્ષ પહેલાં અંધાપામાંથી છુટકારો મળે એ માટે મેં ભગવાનને પ્રાર્થના કરી હતી અને તને દૃષ્ટિ અપાવી હતી.”
પેલો માણસ ઇસુને ઓળખી ગયો અને બોલ્યો “આપ જે કહો છો તે સાચું છે.” “
શું મેં તને આવું હલકટ કામ કરવા માટે દૈષ્ટિ અપાવી હતી?”
પેલો માણસ થોડીવાર ચૂપ બેસી રહ્યો અને પોતાની ભૂલ બદલ રડતો રહ્યો, પરંતુ આગળ વધતા મહાપ્રભુનાં ચરણ ચૂમીને ધીમેથી તે બોલ્યો-“આપનામાં નેત્ર દૈષ્ટિ અપાવવાની શક્તિ હતી જો આપે પહેલાં મને વિવેકદૃષ્ટિ અપાવી હોત તો કેટલું સારું ?”
ઇસુને આજે એક નવો પાઠ શીખવા મળ્યો. તેઓ હવે લોકોને સુખ સગવડ અપાવવાના બદલે એમની સમજશક્તિ સુધારવાના કાર્યને પ્રાથમિકતા આપવા લાગ્યા.
યુગ શક્તિ ગાયત્રી, માર્ચ ૧૯૯૩
Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/JMH2pRAWc941UbLAIu75m6