126
રામે અંગદને રાજદૂત તરીકે લંકાપુરી મોકલ્યો ત્યારે અંગદની ઉંમર ફકત ચોવીસ વર્ષ હતી.
અંગદને જોઈને રાવણ હસ્યો અને બોલ્યો— ‘લાગે છે કે રામની સેનામાં કોઇ દાઢી મૂંછવાળો વિદ્વાન નથી. એટલે એક છોકરાને અહીં મોકલ્યો છે’ આ સાંભળીને અંગદનું સ્વાભિમાન જાગી ઉઠ્યું એમણે કહ્યું— “ભગવાન રામને ખબર હોત કે રાવણ જેવો વિદ્વાન પણ વિદ્નતાની પરખ વેશથી કરે છે, તો અહીંયા કોઈ દાઢીવાળા બકરાને જ મોકલ્યો હોત. જો તમે રામના દૂત સાથે ચર્ચા કરવા માગતા હો તો પહેલા વ્યકિતનું મૂલ્યાંકન એના ગુણ કર્મ સ્વભાવથી કરવાનું શીખો.”
યુગ શક્તિ ગાયત્રી, મે ૧૯૮૮
Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/JMH2pRAWc941UbLAIu75m6