બદશાહને એક નોકરની જરૂર હતી. એની પાસે ઉમેદવારના રૂપમાં ત્રણ વ્યક્તિઓ આવ્યા બાદશાહે એમની વ્યાવહારિક બુદ્ધિની પરીક્ષા લીધી.
એમણે પૂછ્યું – જો તમારી અને મારી દાઢીમાં એક સાથે આગ લાગી જાય તો તમે શું કરશો ?” પહેલી વ્યકિતએ કહ્યું -“હજૂર ! હું સૌથી પહેલાં તમારી દાઢી ઓલવીશ.” બીજાએ જવાબ આપ્યો – “હું તો પહેલાં મારી દાઢી ઓલવીશ પછી તમારી. ” ત્રીજાએ તરત કહ્યું – “હું એક હાથથી તમારી અને બીજા હાથથી મારી દાઢી ઓલવીશ.”
બાદશાહે ત્રીજી વ્યક્તિને રાખી લીધો અને પોતાના દરબારીઓને કહ્યું – “પોતાની ઉપેક્ષા કરીને બીજાંને બચાવવા એ મૂર્ખતાની નિશાની છે. જે મનુષ્ય પોતાને જ ન બચાવી શકે તો બીજાંને કેવી રીતે બચાવી શકશે ? બીજાની ભલાઈ કરવા માટે જરૂરી છે કે આપણે પણ સુરક્ષિત અને શકિતશાળી બનીએ. પરંતુ જે ફકત પોતાની જ વાત વિચારે છે તે સ્વાર્થી છે. ખુદા પણ સ્વાર્થીને પસંદ નથી કરતા. ખુદાને એજ વ્યકિત પસંદ છે કે જે પોતાનું પણ ભલું કરે અને બીજાને પણ આગળ વધવામાં મદદ કરે.
યુગ શક્તિ ગાયત્રી, જાન્યુઆરી ૧૯૮૮
Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/JMH2pRAWc941UbLAIu75m6