એકવાર સંત તુકારામ ખેતરમાંથી શેરડીનાં સાંઠો લઈને ઘેર આવી રહ્યા હતા. રસ્તામાં ગામનાં નાનાં બાળકો શેરડી માગવા લાગ્યાં. સંતજી એક એક સાંઠો વહેંચતા ઘરે આવ્યાં. ફક્ત એક સાંઠો વધ્યો હતો, તેને જ ઘેર લાવ્યા. તેમની પત્ની જરા તેજ મિજાજવાળી હતી. વાતચીતમાં તુકારામ પર નારાજ થતી હતી. તેણે જોયું કે પતિ એક જ સાંઠો લઈને ઘેર આવી રહ્યા છે, તો ગુરુજીને પૂછ્યું કે બાકીના સાંઠા ક્યાં ગયા ? સતજીએ કહ્યું કે રસ્તામાં બાળકોને વહેંચી દીધા. પત્નીએ આડુંઅવળું કશું જોયા વગર સંતજીના હાથમાંથી એ સાંઠો ખૂંચવી લીધો, પછી શું કર્યું ? તેમની પીઠ પર ફટકાર્યો. શેરડીના બે ટુકડા થઈ ગયા. સંતજીએ
પ્રસન્નતાથી કહ્યું, ‘હે ઈશ્વર, તારી લીલા પણ અપાર છે. શેરડી એક જ હતી, પણ બરાબર બે ભાગોમાં વહેંચી આપી. કેટલો ન્યાય કર્યો. હવે અમે પતિ-પત્ની બંને સરખો ભાગ ચુસીશું.’ ઘરમાં પત્નીનો ક્રોધ શાંત થઈ ગયો. પતિ જ્યાં આવો વ્યવહાર કરતો હોય તે ઘરમાં ક્યારેય કલેશ થઈ શકે ખરો ?
જો પત્નીને ક્રોધ પણ આવી જાય તો સૂઝબૂઝવાળો વ્યવહાર કુશળ પતિ આ રીતે પોતાની પત્નીનું પણ મન જીતી લેશે. જ્યાં પુરુષ બુદ્ધિશાળી હોય છે, ત્યાં ઝગડા નથી થતા, પરંતુ જ્યાં પતિ અહંકારી હોય છે, કારણ વગર રોફ જમાવે છે, ત્યાં ગૃહકલેશ થાય છે.
યુગ શક્તિ ગાયત્રી, માર્ચ ૧૯૯૬
Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/JMH2pRAWc941UbLAIu75m6
અમારી વેબસાઈટ સાથે જોડાઓ અને પામો રોચક, પ્રેરણાત્મક પ્રસંગો અને આત્મસુધાર કરે તેવા વિચારો.
www.swadhyay.awgp.org