એક મધમાખી ઊડતી ઊડતી એક ફૂલ પર જઈને બેઠી અને તેનો રસ ચૂસવા લાખી. એક પતંગયું તેની આસપાસ ઊડી રહ્યું હતું. મધમાખીને ફૂલનો રસ ચૂસતી જોઈને તેણે પૂછ્યું કે તમે આ શું કરો છો?
મધમાખીએ કહ્યું કે હું મધ ભેગું કરી રહી છું પતીગયાએ કટાક્ષમાં કહ્યું કે આટલા નાના ફૂલમાં મધ ક્યાંથી હોય ? તું નકામી સમય તથા શક્તિ વેડફી રહી છે. ચાલ, આપણે બંને ભેગાં મળીને મધનું સરોવર શોધી કાઢીએ. મધમાખીએ તેને કોઈ જવાબ ન આપ્યો. તે પોતાનું કામ કરતી રહી.
બીજી બાજુ પતંગિયું મધનું સરોવર શોધવા માટે આખા જંગલમાં ભટકતું રહ્યું. સાંજે તેઓ બંને ઘરે પાછા ફર્યા ત્યારે પતંગિયું ખાલી હાથે પાછું કર્યું. જ્યારે મધમાખીનું ઘર મધથી ભરાઈ ગયું હતું. એ જોઈને પતંગિયાએ કહ્યું કે બહેન ! હવે મને સમજ પડી કે કોઈ પણ કામ નાનું હોતુ નથી. નાનાં નાનાં કાર્યોથી મોટી સફળતા મેળવી શકાય છે.
શક્તિનો સાચી રીતે ઉપયોગ કરવાથી સાર્થક પરિણામ મળે છે. વિભૂતિઓની લાલચમાં આમતેમ રખડતા લોકો કશું મેળવી શકતા નથી. જ્યારે પરિશ્રમી લોકો ધારેલી સફળતા મેળવી શકે છે.
યુગ શક્તિ ગાયત્રી, એપ્રિલ ૨૦૨૩
Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/JMH2pRAWc941UbLAIu75m6