એક કસાઈના કસાઈખાનામાંથી એક ગાય ભાગી ગઇ. એને પકડવા માટે એની પાછળ પાછળ કસાઇ દોડયો.
ગાય એક સંતના આશ્રમની પાછળ ગીચ ઝાડીમાં સંતાઇ ગઇ હતી.
કસાઇએ સંતને પૂછયું કે અહીંથી કોઈ ગાય નીકળી ખરી ? આપે તેને જોઈ છે ? સંતે વિચાર્યું કે જો હું સાચું બોલીશ તો ગાયના પ્રાણ જશે. તેથી જો સાચું બોલવાથી કોઇનું અહિત થતું હોય તો શબ્દ રૂપી છળ કરવામાં કોઇ વાંધો નથી. આથી એમણે કસાઈને જવાબ આપ્યો કે જેણે જોઇ છે તે બોલતી નથી અને જે બોલે છે તેણે જોઈ નથી. કસાઈ આ બ્રહ્મજ્ઞાનની ભાષાનો અર્થ સમજી શકયો નહિ, તેથી જતો રહ્યો.
ઋષિની પત્નીએ ઋષિને પૂછ્યું કે તમે આવું જૂઠું કેમ બોલ્યા તો ઋષિએ કહ્યું કે ગાયનો પ્રાણ બચાવવા માટે મેં શબ્દરૂપી છળ કર્યું હતું. મારી આંખોએ ગાયને જોઇ હતી. પરંતુ તે બોલી શકતી નથી અને જીભ બોલે છે. પરંતુ તે જોઇ શકતી નથી. આમ એક રીતે સામ્યવચનની ચિન્હપૂજા થઈ ગઈ તો બીજી બાજુ તદ્દન સાચું બોલવાના કારણે ગાય મરી જાત તે બચી ગઇ.
યુગ શક્તિ ગાયત્રી, માર્ચ ૧૯૯૩
Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/JMH2pRAWc941UbLAIu75m6