મગધમાં ભયંકર દુકાળ પડ્યો હતો. ભીષણ ગરમીના કારણે ધરતી ધગધગી ગઈ હતી. ભૂખના લીધે પ્રજા ત્રાહિ – ત્રાહિ પોકારી રહી હતી. સમ્રાટ ચંદ્રગુપ્તે પ્રજાને મદદ કરવા માટે પોતાનો રાજભંડાર ખોલી નાખ્યો હતો. એની સાથે સાથે બધાને ઠેરઠેર યજ્ઞો કરવાના આદેશો આપવામાં આવ્યા હતા, જેથી એ યજ્ઞો દ્વારા વરુણદેવ પુષ્ટ થઈને વૃષ્ટિ કરી શકે. પાટલીપુત્રમાં પણ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. એમાં સાત દિવસ સુધી ભૂખ્યા રહેવાના વ્રતનું પાલન કરીને સમ્રાટ ચંદ્રગુપ્તે મુખ્ય યજમાનની ભૂમિકા નિભાવી હતી.
ત્યાર પછી સમ્રાટ તથા તેમની રાણીએ બિનઉપજાઉ ભૂમિ પર ખેડવાનું શરૂ કર્યું. હળ જમીનમાં ખૂંપતાની સાથે ત્યાં એક આકૃતિ પ્રગટ થઈ. તેણે સમ્રાટને કહ્યું કે તમારા રાજ્યના લોકો શ્રમની ઉપેક્ષા કરી રહ્યા છે, એટલેજ આ દુકાળ પડ્યો છે. જો પ્રજા ફરીથી સખત પરિશ્રમ કરવાનું શરૂ કરશે તો ફરીથી ખુશાલીના દિવસો પાછા આવશે.
આવુંજાણીને પ્રજાને શ્રમનું મહત્ત્વ કેટલું છે તેની ખબર પડી. આથી બધા લોકો સખત મહેનત કરવા લાગ્યા. બધાએ પરિશ્રમ કરીને એક નહેર ખોદી કાઢી. એના પરિણામે ત્યાં પાણીનો પ્રવાહ વહેવા લાગ્યો. શ્રમના દેવતાએ બધાને ફરીથી સમૃદ્ધ કરી દીધા.
યુગ શક્તિ ગાયત્રી, જૂન ૨૦૨૩
Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/JMH2pRAWc941UbLAIu75m6