એક વાર ભગવાન બુદ્ધને એના પ્રિય શિષ્યએ પૂછ્યું- “પ્રભુ સંસારમાં એવી પણ કોઈ વસ્તુ છે, જે પથ્થર કરતાં પણ વધારે કઠોર હોય ?”
બુદ્ધે કહ્યું- હા, લોઢું. શિષ્યએ ફરીથી પૂછ્યું- ‘શું એવી પણ કોઇ વસ્તુ છે, જે લોખંડ કરતાં પણ વધારે મજબૂત હોય ?’ બુદ્ધે કહ્યું-‘હા, અગ્નિ, તે લોખંડને પણ ઓગાળી નાખે છે.’
શિષ્યએ ફરીથી પૂછયું- ‘અગ્નિથી પણ વધીને કઈ વસ્તુ છે ?’ બુદ્ધે જવાબ આપ્યો-“પાણી, જે અગ્નિને પણ બુઝાવી નાખે છે.”
શિષ્યની જીજ્ઞાસાં હજુ પણ શાંત ન થઈ. તેણે ફરીથી પ્રશ્ન કર્યો-‘પાણી કરતાં પણ શ્રેષ્ઠ કોઇ વસ્તુ હોઇ શકે છે ?’
બુદ્ધે કહ્યું, ‘હા, વાયુ. તે પાણીના પ્રવાહને બદલી નાખે છે. વાદળોને પણ ક્યાંથી ક્યાં ખેંચી જાય છે. શિષ્યે અંતમાં પૂછ્યું-‘પ્રભુ ! શું વિશ્વમાં એવી પણ કોઇ વસ્તુ છે, જે વાયુ કરતાં પણ વધારે બળવાન છે. શ્રેષ્ઠ છે ?
બુદ્ધે કહ્યું- ‘હા, તે છે મનુષ્યની સંકલ્પ શકિત. સંકલ્પ શકિત દ્વારા મનુષ્ય વાયુને પણ વશમાં કરી શકે છે. તેના દ્વારા મનુષ્ય એવાં મહાન કાર્યો પૂરાં કરી લે છે, જે સામાન્ય લોકોને અસંભવ લાગે છે.
યુગ શક્તિ ગાયત્રી, જાન્યુઆરી ૧૯૯૦
Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/JMH2pRAWc941UbLAIu75m6