દેવીઓ, ભાઈઓ! પ્રકૃતિનો કંઈક એવો વિલક્ષણ નિયમ છે કે પતન સ્વાભાવિક છે. ઉત્થાનને કષ્ટસાધ્ય બનાવવામાં આવ્યું છે. પાણીને તમે છોડશો તો નીચે તરફ વહેવા લાગશે, તેમાં તમારે કશું કરવાનું રહેશે નહીં. એક ઢેકું તમે ઉપરથી જમીન તરફ ફેંકશો, તે ઝડપથી નીચે તરફ રગડાતું ચાલ્યું જશે. તમારે કશું કરવુ નહીં પડે. નીચે પડવામાં કોઈ મહેનત કરવી પડતી નથી, કોઈ પ્રયત્ન કરવો પડતો નથી. આવો જ કંઈક અસાધારણ નિયમ સંસારનો છે કે પતનને માટે, ખરાબ કર્મને માટે તમને ઢગલાબંધ સાધન મળી જશે, મંડળી-મિત્રો મળી જશે, પુસ્તકો મળી જશે બીજું કાંઈ નહીં મળે તો તમારા પાછલા જન્મ-જન્માંતરના કુસંસ્કાર જ તમને આ બાબતમાં ઘણી મદદ કરશે. તે તમને પાડવા માટે એકધારા પ્રોત્સાહિત કરતા રહેશે. પાપની ખાઈમાં ઘસડાવાને માટે તમારું મન એકધારું ચાલતું રહેશે. આને માટે ન કોઈ અધ્યાત્મની જરૂર છે, ન કોઈની મદદની જરૂર છે. એ તો પોતાની પ્રકૃતિ ‘નેચર’થી એવી જ થઈ ગઈ છે.
આવી સ્થિતિમાં તમારે શું કરવું જોઈએ ? તમારે જો ઊંચા ઉઠવું હોય, તો તમારે તમારી અંદર હિંમત એકઠી કરવી જોઈએ. કેવી હિમ્મત કરીએ? એ હિમ્મત કરીએ કે ઊંચા ઉઠવા વાળા જે રીતના સંકલ્પબળનો સહારો લેતા રહે છે અને હિમ્મતથી કામ લેતા રહે છે, વ્રતબદ્ધ રહે છે, તમારે પણ એવી જ રીતે સંકલ્પવાન અને વ્રતબદ્ધ બનવું જોઈએ. તમે જોયું હશે, જ્યારે જમીન ઉપરથી ઉપર ચઢીએ છીએ, જીવવાનો પ્રબંધ કરીએ છીએ, સીડીની વ્યવસ્થા કરીએ છીએ, ત્યારે ધીરે ધીરે તકલીફથી ઉપર ચઢાય છે. પડવામાં ક્યાં વાર લાગે છે? તમારે કોઈ પથ્થર ઉપર ફેંકવો હોય ત્યારે જુઓ કે કેટલું જોર કરવું પડે છે ? અને નીચે ફેંકવામાં? ફેંકવામાં કેટલી વાર લાગશે?
ચોર્યાસી લાખ યોનિઓમાં ભટકતા રહીને તમે જે ઢગલા-ને-ઢગલા કુસંસ્કારો ભેગા કરી લીધા છે, હવે એ કુસંસ્કારોની વિરુદ્ધ બળવો શરૂ કરી દો. કેવી રીતે? પોતે પોતાને મજબૂત કરીને. જો મજબૂત નહીં બનાવો તો જૂના કુસંસ્કારો પાછા આવી જશે. મનને સમજાવશો તો થોડીકવારને માટે તો સમજી જશે, પરંતુ ફરી એ જ રસ્તા ઉપર આવી જશે. એટલા માટે પોતાના મનોબળને મજબૂત કરવાને માટે તમારે કોઈ સંકલ્પ લઈ લેવો જોઈએ. તમારે સંકલ્પ-શક્તિનો વિકાસ કરી લેવો જોઈએ.
- પંડિત શ્રીરામ શર્મા આચાર્ય
યુગ શક્તિ ગાયત્રી, જાન્યુઆરી ૧૯૯૯
Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/JMH2pRAWc941UbLAIu75m6