ચીનની એક બુદ્ધ ભિક્ષુણીની પાસે બુદ્ધની પ્રતિમા હતી.
એક દિવસ મહાબુદ્ઘ ઉત્સવ ઉજવાયો. અનેક બુદ્ધ પ્રતિમાઓ લાવવામાં આવી. તેમની સામૂહિક પૂજાવંદના કરવાનો કાર્યક્રમ યોજાયો. ભિક્ષુણી પૂજાની સામગ્રીથી પોતાની જ પ્રતિમાની પૂજાવંદના કરવા ઇચ્છતી હતી. સમારંભમાં ધૂપ દિપક, નૈવેદ્ય ધરાવવામાં તેને ભય હતો કે બીજી પ્રતિમા તેની સુંગધ લઈ જશે. આ નુકસાનથી બચવા માટે તેણે પોતાના ધૂપનો ધુમાડો એક વાંસની પોલી ભૂંગળી દ્વારા પોતાની પ્રતિમાના નાક સાથે જોડી દીધો. થોડી જ વારમાં પ્રતિમાનું મોં કાળુ થઈ ગયું. દર્શકોને તે કુરુપ જણાઈ અને પૂજન કરનારની તથા તેને લાવનારની ટીકા થઈ. ઉદાસ ભિક્ષુણીને સમારંભના અધ્યક્ષે કહ્યું, “જ્યાં સંકુચિતતા હોય છે ત્યાં પૂજા અને પુજારી બંનેના મોં કાળા જ થાય છે.”
યુગ શક્તિ ગાયત્રી, નવેમ્બર ૧૯૯૬
Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/JMH2pRAWc941UbLAIu75m6