સંત પુરંદર ગૃહસ્થ હતા તો પણ લાભ. કામ, ક્રોધ એમને સ્પર્શી શક્યા નહોતા. બે-ત્રણ ઘરેથી ભિક્ષા માંગી લાવતા એનાથી તે પોતાનુ અને ધર્મપત્ની સરસ્વતીદેવીનુ પેટ ભરી લેતા અને આખો દિવસ જનસેવાના કાર્યો કરતા.
એક દિવસ વિજયનગરના રાજપુરોહિત વ્યાસરાયના મુખે મહારાજ કૃષ્ણદેવરાયે સંતની પ્રશંસા સાભળી. મહારાજ કૃષ્ણદેવરાય હસ્યા અને બોલ્યા – આજસુધી ગૃહસ્થમાં રહીને કોણ નિર્લોભ રહ્યુ છે ? કોણ કામ-વાસનાથી બચ્યું છે ? જો ગૃહસ્થમાં રહીને એવુ થઈ શકે તો સૌ કાઈ પોતાનો મનુષ્ય જન્મ સાર્થક ન કરી લે !
“કરી શકે છે” વ્યાસરાય બાલ્યા મહારાજે ખિજાઈને કહયું કે જો એવુ જ હોય તો એમને મારે ત્યા ભિક્ષા માટે થોડા દિવસ મોકલો. વ્યાસરાયે સંત પુરંદરને આગ્રહ કર્યો કે “તમે હવેથી રાજભવનથી ભિક્ષા લાવજો.”
સંત પુરંદર રાજભવન જવા લાગ્યા. સંત પ્રસન્નતા સાથે ભિક્ષા લઈ આવતા. મહારાજે એમની પ્રસન્નતાનો બીજો જ અર્થ કાઢયો એમણે વ્યાસરાયને કહ્યું – જોઈ લો તમારા સંતની નિસ્પૃહતા, આજકાલ કેટલા ખુશ રહે છે ? વ્યાસરાય બોલ્યા કે તમારા કહેવાનો મતલબ સમજ્યો નહીં ! શંકાના સમાધાન માટે બંને જણ સંત પુંરદરને ઘરે ગયા, ત્યાં સંતની પત્ની ચોખામાથી કાકરા વીણી રહી હતી. મહારાજે પૂછ્યુ – બહેન ! આ શું કરી રહ્યા છો ? તેણીએ કહ્યું – આજકાલ ભગવાન જાણે કયાંથી ભિક્ષા લાવે છે ? આ ચોખામાં કાંકરા ભરેલા પડ્યા છે આટલુ કહીને એમને વીણેલા રત્નો ઉઠાવ્યા અને બહાર ફેંકીને ઘરમાં જતી રહી. મહારાજ આ દશ્ય જોઇને વસ્તુસ્થિતિ સમજી ગયા.
યુગ શક્તિ ગાયત્રી, જાન્યુઆરી ૧૯૮૮
Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/JMH2pRAWc941UbLAIu75m6