ચીનના પ્રસિદ્ધ દાર્શનિક લાઓત્સેએ પોતાના શિષ્યને કહ્યું, “તને ખબર છે કે હું મારા જીવનમાં કયારેય કોઈથી પરાજિત થયો નથી.” શિષ્યને આ સાંભળીને ખૂબ આશ્ચર્ય થયું. તે બોલ્યો, “પણ આપ તો બહુ નાના અને દુર્બળ શરીરના છો. એવામાં આપને કેવી રીતે ક્યારેય કોઈએ ન હરાવ્યા ? ”
લાઓત્સે હસ્યા અને બોલ્યા, “મેં ક્યારેય જીતવાની ઈચ્છા જ નથી રાખી. એટલા માટે હારવાનો પ્રશ્ન જ ઊભો ન થયો. સંસારમાં બધી જ દોડ મેળવવા માટેની છે. એટલા માટે લોકો ખોવાના વિચારથી જ પરેશાન થઈ જાય છે પરંતુ જે ભગવાને આપ્યુ છે એટલાથી જ સંતુષ્ટ છે તો તેના મનને નથી કોઈ ચિંતા પરેશાન કરતી અને નથી કોઈ બેચેની ઉદ્વિગ્ન કરતી.” શિષ્યને સમજાઈ ગયું કે અતૃપ્ત કામનાઓ જ સમસ્ત દુ:ખોનું કારણ છે.
યુગ શક્તિ ગાયત્રી, ફેબ્રુઆરી ૨૦૧૫
Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/JMH2pRAWc941UbLAIu75m6