એક રાજા હમેશા ચિંતાતુર તથા ઉદાસ રહેતો હતો. વૈદ્યોએ તેને પ્રસન્ન કરવા માટે ઘણા ઉપાયો કર્યા, પરંતુ એમનાથી કોઈ લાભ થયો નહિ.
ત્યારે કોઈકે તેમને એક વિચિત્ર ઉપાય બતાવ્યો કે જો રાજા કોઈ સુખી તથા પ્રસન્ન માણસનું પહેરણ પહેરે તો તે સુખી થઈ શકશે. રાજ્યના કર્મચારીઓ તરત જ સુખી માણસની શોધમાં નીકળી પડ્યા.
યોગવશ તેમને એક પ્રસન્ન માણસ જોવા મળ્યો. કર્મચારીઓ તેને રાજા પાસે લઈ ગયા. તે માણસને જોતા જ રાજા અત્યંત પ્રસન્ન થઈ ગયા અને બોલ્યા કે લાવો, જલદીથી તમારું પહેરણ મને આપો, જેથી તે પહેરીને હું સુખી થઈ જાઉં. પેલા માણસે કહ્યું કે મહારાજ “હું તો એક સામાન્ય ખેડૂત છું. હું સાવ ગરીબ છું એમ છતાં મને જે મળે છે એનાથી હું સંતુષ્ટ રહું છું. આ સંતોષ જ મારી પ્રસન્નતાનું કારણ છે.”
રાજાને સમજાઈ ગયું કે જો સુખી થવું હોય તો માણસે દરેક પરિસ્થિતિમાં સંતુષ્ટ રહેવું જોઈએ. સંતોષ જ સૌથી મોટું ધન છે.
યુગ શક્તિ ગાયત્રી, એપ્રિલ ૨૦૨૩
Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/JMH2pRAWc941UbLAIu75m6