કેટલાક ગામડિયાઓ એક સાપને મારી રહ્યા હતા. તે વખતે જ સંત એકનાથ ત્યાં આવી પહેોંચ્યા અને બોલ્યા, “ભાઈઓ, આને શા માટે મારી રહ્યા છો ?” કર્મ વશ એ સાપ છે એથી શું ? એ પણ આત્મા તેા છે જ.” એક યુવકે કહ્યું—”આત્મા છે તેા પછી કરડે છે શા માટે ?” એકનાથે કહ્યું- “તમે લોકો જો સાપને મારો નહીં તો તે શા માટે તમને કરડે ?” એકનાથના કહેવાથી લોકોએ સાપને છોડી દીધો.
કેટલાક દિવસ પછીથી એકનાથ અંધારામાં નદીએ સ્નાન કરવા જઇ રહ્યા હતા, તે વખતે તેમણે સામે ફેણ ફેલાવેલેા સાપ ઉભેલો જોયો. તેમણે એને બાજુ પર હટાવવા પ્રયત્ન કર્યો પરંતુ એ સ્હેજ પણ ખસ્યા નહીં. એકનાથ પાછા વળીને બીજે ઘાટે સ્નાન કરવા ચાલ્યા ગયા. અજવાળું થયા પછી પાછા ફર્યા ત્યારે જોયું કે વરસાદને કારણે એ જગાએ એક ઉંડો ખાડો પડી ગયો હતો. સાપે બચાવ્યા ન હોત તો એકનાથ ક્યારનાય એ ખાડામાં સમાઇ ચૂકયા હોત.
યુગ શક્તિ ગાયત્રી, ફેબ્રુઆરી ૧૯૭૩
Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/JMH2pRAWc941UbLAIu75m6