Home year1997 સંયુક્ત કુટુંબ

સંયુક્ત કુટુંબ

by Akhand Jyoti Magazine

Loading

સંયુક્ત રહેવાના અનેક સત્પરિણામો છે. પ્રખર પ્રતિભા એકલી રહે તો તેને કાટ લાગે છે. અંગીરા ઋષિનો શિષ્ય ઉદયન ઘણો પ્રતિભાવાન હતો. પરંતુ પોતાની પ્રતિભાનું સ્વતંત્ર પ્રદર્શન કરવાની હોશ રાખતો હતો. સાથી મિત્રોથી અલગ પોતાની પ્રતિભા બતાવાવનો જ્યારે ને ત્યારે પ્રયત્ન કરતો હતો. ઋષિએ વિચાર્યું કે આ પ્રયત્ન તેને કોઈ દિવસ ડૂબાડી દેશે. સમય મળતાં તેને સમજાવવું પડશે.

ઠંડીના દિવસો હતા. વચમાં રાખેલી સગડીમાં કોલસા સળગી રહ્યા હતા. સત્સંગ ચાલતો હતો. ઋષિ બોલ્યા, “સગડી કેટલી સુંદર સળગી રહી છે. આનું શ્રેય એમાં સળગી રહેલા કોલસાનું છે ને ?” બધાએ એ વાતનો સ્વીકાર કર્યો.

ઋષિ ફરીથી બોલ્યા, “જુઓ, અમુક કોલસો સૌથી મોટો અને તેજસ્વી છે. એને બહાર કાઢીને મારી પાસે મૂકી દો. આવા તેજસ્વીનો લાભ વધુ નજીકથી લઈશ.”

તે તેજસ્વી કોલસાને ચિપિયાથી પકડીને ઋષિની પાસે મૂકી દીધો. પરંતુ તે થોડીવારમાં બુઝાઈ ગયો અને તેના પર રાખનું પડ જામી ગયું. તે તેજસ્વી કોલસો માત્ર કાળો કોલસો જ રહી ગયો.

ઋષિ બોલ્યા, “બાળકો, તમે ગમે તેટલા તેજસ્વી હોય, પરંતુ આ કોલસા જેવી ભૂલ કરશો નહીં. તે કોલસો સગડીમાં બધાની સાથે રહેત, તો અંત સુધી તેજસ્વી રહેત અને બધા કરતાં અંત સુધી ગરમી આપત. પરંતુ હવે તેનું કોઈ શ્રેય ન રહ્યું અને ન તો તેની પ્રતિભાનો લાભ લઈ શક્યા.”

ઋષિએ શિષ્યોને સમજાવ્યું કે કુટુંબ તે સગડી રૂપ છે, જેમાં પ્રતિભાઓ સંયુક્ત રૂપથી તપે કે છે. વ્યક્તિગત પ્રતિભાનો અહંકાર ન તો ટકે છે ન તો ફલિત થાય છે. સહકાર અને સંગઠન કુટુંબનું વાસ્તવિક બળ છે.

યુગ શક્તિ ગાયત્રી, એપ્રિલ ૧૯૯૭

Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/JMH2pRAWc941UbLAIu75m6

You may also like