રામકૃષ્ણ પરમહંસ પોતાના શિષ્યો સાથે ફરતા ફરતા નદી કિનારે પહોંચ્યા ત્યાં માછીમારો જાળી ફેંકીને માછલીઓ પકડી રહ્યા હતા.
સ્વામીજી એક માછીમાર પાસે ઊભા રહી ગયા અને શિષ્યોને કહ્યું – તમે ધ્યાનથી આ જાળમાં ફસાયેલી માછલીઓની ગતિવિધિઓ જુઓ. શિષ્યોએ જોયું કે અમુક માછલીઓ એવી છે કે જાળમાં એમની એમ પડી રહે છે. બહાર નીકળવાનો પ્રયત્ન જ નથી કરતી. અમુક માછલીઓ નીકળવાનો પ્રયત્ન તો કરે છે પણ નીકળી શકતી નથી અને અમુક માછલીઓ જાળમાંથી બહાર નીકળીને પાણીમાં ફરીથી ક્રીડા કરવા લાગી.
પરમહંસે શિષ્યોને કહ્યું – “જે પ્રકારે માછલીઓ ત્રણ પ્રકારની હોય છે. એ પ્રકારે મનુષ્યો પણ ત્રણ પ્રકારના હોય છે.
એક શ્રેણી એમની છે કે જેમના આત્માએ બંધન સ્વીકારી લીધાં છે અને આ ભાવ જાળમાંથી બહાર નીકળવાની વાત પણ વિચારતા નથી. બીજી શ્રેણી એવા લોકોની છે, જે શૂરવીરોની જેમ પ્રયત્ન કરે છે. પણ મુકિત નથી મેળવી શકતા અને ત્રીજી શ્રેણી એવા મનુષ્યોની છે કે જે પરમ પ્રયત્ન કરીને મુકિત મેળવી લે છે.
પરમહંસની વાત પૂરી થતાં એક શિષ્ય બોલ્યો – “ગુરુદેવ ! એક ચોથી શ્રેણી પણ છે. એના સંબંધમાં તમે કશુંજ ન બતાવ્યું.”
હા, ચોથા પ્રકારની માછલીઓની જેમ એવા મહાન આત્માઓ પણ હોય છે. જે જાળની પાસે આવતા જ નથી. પછી એમના ફસાવાનો કોઈ પ્રશ્ન જ નથી ઉઠતો.
યુગ શક્તિ ગાયત્રી મે, ૧૯૮૮
Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/JMH2pRAWc941UbLAIu75m6