129
ઇંગ્લેન્ડના સમ્રાટ જેમ્સ પોતાના ધનભંડારમાં વધુને વધુ ધન એકત્ર કરવા માટે ધન લઈને ઉપાધિઓ વહેંચતા હતા. તે જાણતા તો હતા કે માત્ર ઉપાધિ મેળવી લેવાથી કોઈ વ્યક્તિ મહાન બની જતી નથી, પરંતુ મૂર્ખાઓના તુચ્છ અહંકારને પોષવા માટે તે એવું કરીને પોતાનો સ્વાર્થ સિદ્ધ કરતા રહ્યા.
એક દિવસ એક વ્યક્તિએ તેમને કહ્યું, ‘“મહારાજ, મને સજ્જનની ઉપાધિ આપી દો.” જેમ્સે ઉત્તર આપ્યો, ‘‘હું તમને લોર્ડ, ડ્યૂક, તત્ત્વજ્ઞાની, વિચારક તો બનાવી શકુ છું. પરંતુ સજ્જન બનાવી શક્તો નથી.”
સત્ય એ છે કે સજ્જનતા સારા સંસ્કારોથી પેદા થાય છે, તેને ખરીદી શકાય નહીં.
યુગ શક્તિ ગાયત્રી, જુલાઈ ૧૯૯૭
Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/JMH2pRAWc941UbLAIu75m6