એક ધનિક બહુ કંજૂસ હતો. તેણે ઘરની સ્ત્રીઓને પણ ભિખારીને કશું જ ન આપવાની તાકીદ કરી હતી.
એક દિવસ એક અપંગ આવીને ભીખ માગવા લાગ્યો. તેની નવપરિણીત પુત્રવધૂ કોઈક ઉત્તમ પરિવારમાંથી આવી હતી, તે બોલી કે આપવા માટે કાંઈ નથી. ભિખારીએ પૂછ્યું, “ તો પછી ખાવ છો .. શું ?” તો તેણે જવાબ આપ્યો, “વાસીકૂસી ખાઈ લઈએ છીએ અને એ પણ પૂરું થઈ જશે તો અમે પણ તમારી જેમ ભીખ માગીશું.”
શેઠ ઉપર બેઠાબેઠા બધો વાર્તાલાપ સાંભળી રહ્યા હતા. તે નારાજ થયા તો પુત્રવધૂએ સમજાવ્યું કે જે કાંઈ આપણે પૂર્વજન્મનાં સત્કર્મોના પ્રતિફળ સ્વરૂપે મેળવ્યું છે, તેનો ઉપભોગ આ જન્મમાં કરી રહ્યા છીએ. હવે આપણા લોકોમાં ત્યાગ, પરમાર્થ ન હોવાથી પાછળની કમાણી ચૂકતે થતાં જ આપણે પણ ભિખારીની જેમ દરિદ્ર બની જવું પડશે.
વાત શેઠને સમજાઈ ગઈ અને તેઓ પરમાર્થ કાર્યોમાં પોતાનું ધન અને સમય લગાવવા લાગ્યા.
યુગ શક્તિ ગાયત્રી, ઑક્ટોબર ૨૦૦૬
Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/JMH2pRAWc941UbLAIu75m6