રાજકુમાર વસુસેના વિવાહ યોગ્ય હતા. તેમની સાથે લગ્નની આકાંક્ષાથી રાજ્યની કેટલીય યુવતીઓ તેમની સામે પહોંચી.
રાજભવનમાં કામ કરતી દાસીની પુત્રી પણ રાજકુમાર વસુસેનને મનોમન પ્રેમ કરતી હતી. તેમની સાથે લગ્નની આકાંક્ષા રાખનારી અન્ય યુવતીઓમાં મંત્રીઓ, સેનાધ્યક્ષો, શેઠોની પુત્રીઓ સામેલ હતી, તેથી તેની માએ તેને એ સભામાં જતાં રોકી, જેમાં વસુસેન પોતાના માટે યોગ્ય વધૂની પસંદગી કરવાના હતા. પણ દાસીપુત્રીની ભાવના શુદ્ધ હતી એટલે તે સંકોચવશ જઈને એ ભીડમાં ઊભી રહી ગઈ. એ સભામાં વસુસેને તમામ યુવતીઓને એક બીજ આપ્યું અને તેમને કહ્યું કે છ મહિના પછી તેમાંથી જે યુવતી સુંદર પુષ્પ ખીલવી લાવશે, તેની સાથે રાજકુમાર લગ્ન કરશે.
દાસીપુત્રી પૂરા મનોયોગથી તે બીજની દેખભાળમાં લાગી ગઈ. તેણે એ બીજ કૂંડામાં વાવી દીધું અને રોજ તેને ખાતર-પાણી આપતી, તડકો આપતી પણ તેના લાખ પ્રયત્ન પછી પણ એ બીજમાંથી અંકુર ન ફૂટ્યો. છ મહિના પછી તે પોતાનું ખાલી કૂંડું લઈને રાજસભામાં પહોંચી તો તે જોયું કે બાકીની યુવતીઓ સુંદર પુષ્પોથી સુસજ્જિત કુંડા સાથે ત્યાં ઊભી છે. તેનું મન નિરાશાથી ભરાઈ ઊઠ્યું પણ જ્યારે પરિણામ જણાવવાનો વારો આવ્યો તો રાજકુમાર દાસીપુત્રીને જ પસંદ કરી અને બોલ્યો – જે બીજ મેં બધાને આપ્યું હતું, તે નિર્જીવ હતું. માત્ર આ યુવતીએ જ પ્રામાણિકતાથી તેનું પાલન કર્યું, બાકી બધી પોતાના અસત્યનું પ્રમાણ લઈન અહીં આવી છે.
દાસીપુત્રીને તેની સત્યપ્રિયતાનો પુરસ્કાર રાજયલક્ષ્મી બનીને મળ્યો.
યુગ શક્તિ ગાયત્રી, માર્ચ ૨૦૧૫
Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/JMH2pRAWc941UbLAIu75m6