એક વાર સંકલ્પ, બળ અને રચનાત્મકતામાં એ વાતને લઈને વિવાદ થઈ ગયો કે સફળતાનું શ્રેય કોને મળે. ત્રણેય પોતાને સૌથી મહત્ત્વપૂર્ણ ગણાવી રહ્યા હતા. અંતે એમ નક્કી થયું કે વિવેકના સહારે જઈને ન્યાય કરાવી લેવો.
વિવેકે સમાધાન કરવા માટે ત્રણેયને પોતાની સાથે આવવાનું કહ્યું અને હાથમાં એ વળેલી ખીલી અને હોડી લઈ લીધાં. ચાલતાં ચાલતાં એ લોકો એક એવા સ્થાન પર પહોંચ્યા, જ્યાં એક બાળક રમી રહ્યું હતું. વિવેકે બાળકને કહ્યું – પુત્ર ! જો તું આ વળેલી ખીલીને હથોડીથી ઠોકીને સીધી કરી દે તો હું તને ઈનામ આપીશ. ઈનામની વાત સાંભળીને બાળકની આંખો ચમકી ઊઠી. તે સંકલ્પપૂર્વક ખીલી ઠોકવાનો પ્રયાસ કરવા લાગ્યો પણ ખીલી સીધી થવાનું તો ઠીક, તેનાથી હથોડી હલી પણ નહિ. આ જોઈને વિવેકે કહ્યું કે સફળતા માટે એકલો સંકલ્પ નિરર્થક છે.
હવે વિવેક તેમને લઈને આગળ ચાલ્યો તો એક મજૂર સૂતેલો મળ્યો. વિવેકે તેની સામે પણ એ શરત મૂકી પરંતુ મજૂર થોડી વાર પહેલાં જ પરિશ્રમ કરીને સૂતો હતો. તેણે હોડી એક બાજુ મૂકી દીપી અને બોલ્યો કે તેને ઈનામની કોઈ કામના નથી, તે અત્યારે આરામ કરવા માગે છે. વિવેકે નિષ્કર્ષ કાઢ્યો કે કેવળ બળ પણ સફળતા માટે પૂરતું નથી.
ત્યારપછી ચારેય આગળ ચાલ્યા. આગળ જતાં તેમને એક કલાકાર મળ્યો. વિવેકે કલાકારને ખીલી સીધી કરી આપવાની વિનંતી કરી અને બદલામાં એ જ શરત મૂકી.
કલાકારે ખીલીને રેતાળ જમીન પર મૂકી અને હથોડીથી ઘા માર્યો. ખીલી તો સીધી ન થઈ પરંતુ બધાની આંખોમાં રેતી ભરાઈ ગઈ. હવે વિવેકે કહ્યું કે સફળતા મેળવવા માટે એકલી રચનાત્મકતા પણ પૂરતી નથી. સંકલ્પ, બળ અને રચનાત્મકતા – આ ત્રણેયના સંમિલિત પ્રયાસથી જ સફળતા પ્રાપ્ત થાય છે.
યુગ શક્તિ ગાયત્રી, જાન્યુઆરી ૨૦૧૭
Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/JMH2pRAWc941UbLAIu75m6