ગુરુદેવે કોલબેલનું બટન દબાવ્યું. હાજર થયેલા કાર્યકર્તાને ક્ષેત્રના એક પરિજનનું નામ લઈ તેને પોતાની પાસે મોકલવા જણાવ્યું.
આવનાર વ્યક્તિ સમયથી પોણો કલાક મોડો પહોંચ્યો હતો, તેથી તેણે થોડું ખચકાતાં- ખચકાતાં પૂજ્ય ગુરુદેવના રૂમમાં પ્રવેશ કર્યો.
ગુરુદેવ છાપું વાંચી રહ્યા હતા. પરિજનને જોઈને એમણે છાપું બાજુ પર મૂકી દીધું અને તેની સાથે વાતો કરવા લાગ્યા. એમની કોમળતા અને વિનોદપ્રિયતાએ તેના સંકોચને ધોઈ નાખ્યો. વાતચીતનો ક્રમ શરૂ થયો.
આ સમય દરમિયાન એમણે તેના કાંડા ઘડિયાળ તરફ ઈશારો કરતાં પૂછ્યું-“ઘડિયાળ સુંદર છે, ક્યાંથી ખરીદયું ?” પરિજને કહ્યું-આ વિદેશી ઘડિયાળ છે, ગમી ગયું એટલે ખરીદી લીધું. “ગુરુદેવે કહ્યું- “ભલે, પરંતુ તેનો ઉપયોગ કરવાનું તો તું જાણતો નથી. પછી ઘડિયાળ પહેરવાનો શું અર્થ ? જ્યારે બધાં જ કામ સમયસર પૂરાં કરવામાં આવે, સમયની સાથે સાથે ચાલવામાં આવે, ત્યારે ઘડિયાળનો સાચો ઉપયોગ કર્યો ગણાય. જો આગળ વધવું હોય, ઊંચા ઊઠવું હોય તો મહાકાળની સાથે સાથે ચાલવું પડશે, ત્યારે જ આ ઘડિયાળ ઉપયોગી સાબિત થશે. પરિજન સમયનું મહત્ત્વ સમજી ગયા અને દરેક કામ નિયમિત રીતે કરવા લાગ્યા.
યુગ શક્તિ ગાયત્રી, ફેબ્રુઆરી ૧૯૯૭
Follow this link to join this WhatsApp group
https://chat.whatsapp.com/JMH2pRAWc941UbLAIu75m6