છત્રપતિ શિવાજીના ગુરુ સમર્થ ગુરુ રામદાસને એક ખેડૂતે શેરડીના એક નાનકડા ટુકડાને મેળવવા માટે અપશબ્દ બોલી દીધા. મામલો શિવાજી સામે મૂકવામાં આવ્યો. ખેડૂતે વિચાર્યું કે હવે તેને મૃત્યુદંડ જ મળશે કારણ કે ઘટનાક્રમ રાજાના ગુરુ સાથે જોડાયેલો છે.
દરબારમાં સમર્થ ગુરુ રામદાસે શિવાજીને કહ્યું – શિવા ! આનો દંડ હું નિર્ધારિત કરવા માગું છું. છત્રપતિ શિવાજીએ ગુરુની આજ્ઞા સહર્ષ સ્વીકારી લીધી.
સમર્થ ગુરુ રામદાસ બોલ્યા – શિવા ! આ ખેડૂતને પાંચ વીઘા જમીન દાનમાં આપી દે. શિવાજી સહિત દરબારમાં હાજર તમામ લોકો આશ્ચર્યમાં પડી ગયા કે આ કેવો દંડ સમર્થ ગુરુ રામદાસજીએ આપ્યો છે !
સહુનું કુતૂહલ જોતાં સમર્થ ગુરુ રામદાસ બોલ્યા – આ ખેડૂત નિર્ધન છે. તેણે ભૂખથી પીડાઈને મારી સાથે દુર્વ્યવહાર કર્યો છે. તેની પીડાનું નિવારણ કરવું એ આપણું કર્તવ્ય છે. ગુરુ રામદાસના આ વ્યવહારે એ ખેડૂતને સદાય માટે બદલી નાંખ્યો.
યુગ શક્તિ ગાયત્રી, જાન્યુઆરી ૨૦૧૭
Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/JMH2pRAWc941UbLAIu75m6
અમારી વેબસાઈટ સાથે જોડાઓ અને પામો રોચક, પ્રેરણાત્મક પ્રસંગો અને આત્મસુધાર કરે તેવા વિચારો.
www.swadhyay.awgp.org