Home year2015 સમસ્યાઓ અને જીવનનો આનંદ

સમસ્યાઓ અને જીવનનો આનંદ

by Akhand Jyoti Magazine

Loading

એક વ્યક્તિ પોતાના જીવનથી બહુ પરેશાન હતો. તેને હંમેશાં એવું જ લાગતું કે દુનિયાની બધી સમસ્યાઓ તેની પાસે જ છે. હારી – થાકીને એક દિવસ તે એક સંત પાસે ગયો અને તેમની સમક્ષ પોતાની મનોવ્યથા ઠાલવી.

સંતે કહ્યું – બેટા ! તું આજે રાતે મારી પાસે જ રોકાઈ જા. મારી પાસે સો ઊંટ છે. તું તેની દેખભાળ કરજે અને એમાંના કોઈને ઊભો ન થવા દેતો.

બીજા દિવસે સંત ઊઠ્યા તો તે વ્યક્તિએ કહ્યું – મહારાજ ! હું તો આખી રાત ઊંટોને બેસાડવામાં હેરાન થઈ ગયો. એકને બેસાડતો ત્યાં બીજું ઊભું થઈ જતું હતું. આખી રાત આવું જ ચાલતું રહ્યું. સંત બોલ્યા – બેટા ! સમસ્યાઓ પણ ઊંટો જેવી છે. કોઈપણ વ્યક્તિની બધી સમસ્યાઓ એકસાથે ઊકલતી નથી. તેના રહેતાં જ જીવનમાં આનંદ લેતાં શીખ, નહિતર આ ઊંટોને બેસાડવાની જેમ તું જીવનભર હેરાન જ થતો રહીશ.

યુગ શક્તિ ગાયત્રી, એપ્રિલ ૨૦૧૫

Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/JMH2pRAWc941UbLAIu75m6

You may also like