સ્વામી રામતીર્થના વિધાર્થીજીવનની એક ઘટના છે. તેઓ લાહોરમાં બી.એ.ની પરીક્ષાની તૈયારી કરી રહ્યા હતા, પરંતુ તેમની પાસે પરીક્ષાની ફી ભરવાના પુરતા પૈસા ન હતા. તેમણે પોતાની પાસે જે પૈસા હતા તે બધા જ આપી દીધા, એમ છતાં પાંચ રૂપિયા ઓછા પડ્યા, આથી તેઓ ચિંતાતુર થઈને જઈ રહ્યા હતા.
તેઓ ચંદુ કંદોઈની દુકાન આગળ થઈને નીકળ્યા ત્યારે ચંદુએ તેમને તેમની ચિંતાનું કારણ પૂછ્યું. ચંદુ કંદોઈની દુકાન તેમની કૉલેજની નજીક જ હતી. આથી સ્વામી રામતીર્થ નિયમિત રીતે ત્યાં જતા હતા. સ્વામી રામતીર્થે ફીમાં પાંચ રુપિયા ખૂટતા હતા તેની વાત કરી તો તે સાંભળીને ચંદુએ તરત જ તેમને પાંચ રૂપિયા આપી દીધા. સ્વામી રામતીર્થ પરીક્ષામાં પાસ થઈ ગયા અને તેમને કૉલેજમાં ગણિતના પ્રોફેસરની નોકરી પણ મળી ગઈ.
નોકરી મળ્યા પછી તેઓ દર મહિને મનીઓર્ડર દ્વારા ચંદુ કંદોઈને પાંચ રૂપિયા મોકલવા અભ્યા
એક દિવસ તેઓ તેની દુકાન આગળથી નીકળ્યા ત્યારે ચંદુએ તેમને ખૂબ વિનમ્રતાપૂર્વક પૂછ્યું કે આપ મારી દુકાનમાંથી કશું ખરીદતા નથી, છતાં દર મહિને પાંચ રૂપિયા શા માટે મોકલો છો ? અત્યાર સુધીમાં તમે ૩૫ રૂપિયા મોકલી ચૂક્યા છો.
સ્વામી રામતીર્થ કહ્યું કે જો આપે મને મુશ્કેલ સ્થિતિમાં ફી ભરવા માટે પાંચ રૂપિયા ન આપ્યા હોત તો હું પ્રોફેસર ન બની શક્યો હોત. આ તો આપની સહૃદયતા અને ઉદારતાનું ઈનામ છે. ભારતીય સંસ્કૃતિ આવા જ મહાન નરરત્નોથી ભરેલી છે.
યુગ શક્તિ ગાયત્રી, એપ્રિલ ૨૦૨૩
Follow this link to join my WhatsApp https://chat.whatsapp.com/JMH2pRAWc941UbLAIu75m6